શું તમે પણ ઈચ્છો છો કે શિયાળા માં તમારી સ્કીન પણ સોફ્ટ રહે

612

શું તમે પણ ઈચ્છો છો કે શિયાળા માં તમારી સ્કીન પણ સોફ્ટ રહે

શિયાળા માં ત્વચા સૂકી અને બેજાન દેખાય છે. આટલું જ નહીં હોઠ અને એડી પણ ફાટવા લાગે છે. ઠંડી માં તમે પણ આ સમસ્યા થી પરેશાન છો તો તમે પણ આ ટિપ્સ અપનાવી શકો છો.

1 સાબુ નો ઓછા માં ઓછો ઉપયોગ કરવો. કારણકે સાબુ થી જલ્દી જ ત્વચા રુક્ષ થઈ જાય છે. ત્વચા ને મુલાયમ રાખવા માટે સાબુ નો ઉપયોગ ટાળવો અથવા તો તેનો ઉપયોગ ઓછો કરવો. તેની બદલે સારા એવા ફેસ વોશ નો ઉપયોગ કરવો.

2 ઋતુ કોઈ પણ હોય હૂંફાળા પાણી થી જ નાહવું જોઈએ. તેના થી ત્વચા ની રંગત તેવી ની તેવી જ રહે છે. અને શરદી ખાંસી પણ નથી થતી. અતઃ હૂંફાળા પાણી થી જ નાહવું જોઈએ.. તેનાથી તમારી ત્વચા પણ કોમળ રહે છે અને તે સૂકી નથી પડતી.

4 શિયાળા ની ઋતુ માં તડકો સારો લાગે છે. તડકા નો આનંદ લેવો. પણ સીધો જ તડકો ન લેવો. કારણકે સુર્ય ની તેજ કિરણો ત્વચા રોગ ઉતત્પન્ન કરે છે. તડકા માં બેસતા પહેલા કોઈ સનસ્ક્રીન લોશન લગાવી લેવું.

5 નિયમિત માલિશ કરવી. જેનાથી શરીર માં રક્ત નો પ્રવાહ સારો થાય છે. અને ત્વચા મુલાયમ અને ચમકીલી બને છે. પ્રતિ દિન માલિશ કરવાથી મોટાપો પણ દૂર થાય છે. અને શરદી પણ નથી થતી. ત્વચા ને તેલ થી માલિશ કર્યા પછી તડકા માં બેસવા થી ત્વચા સારી રહે છે.