ભારતમાં લૉન્ચ થયો T-શેપમાં ફોન

448

ભારતમાં લૉન્ચ થયો T-શેપમાં ફોન

ટેકનોલૉજીની સ્પીડ ફાસ્ટ થઇ રહી છે, આમાં નવા નવા ઇનૉવેશન્સ આવી રહ્યાં છે. સ્માર્ટફોન માર્કેટમાં ફૉલ્ડેબલ ફોન, રૉલ થનારો ફોન આવી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે સાઉથ કોરિયન કંપની એલજીએ સ્ક્રીન રૉટેટ થનારો ફોન LG Wing ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આની ડ્યૂલ સ્ક્રીન ડિઝાઇન આની ખાસિયત છે. આમાંથી એક સ્ક્રીન 90 ડિગ્રી ક્લૉકવાઇઝ રૉટેટ થાય છે, જેનાથી ટી-શેપ ડિઝાઇન બનાવે છે. ખાસ વાત છે કે તમે આ બન્ને સ્ક્રીનનો યૂઝ એકસાથે કરી શકો છો.

કિંમત

LG Wing ફોનની ભારતમાં કિંમત કંપનીએ 69990 રૂપિયા નક્કી કરી છે, જે આના 128જીબી વેરિએન્ટની પ્રાઇસ છે. હજુ આના 256જીબી વાળા વેરિએન્ટને અહીં લૉન્ચ કરવામાં નથી આવ્યુ.

આમાં તમને બે કલર ઓપ્શન મળશે. જેમાં ઓરોર ગ્રે અને ઇલ્યૂઝન સ્કાય સામેલ છે. જો તમે આને ખરીદવા ઇચ્છતા હોય તો 9 નવેમ્બરથી ખરીદી શકો છો.

સ્પેશિફિકેશન્સ

LG Wing એક ડ્યૂલ સિમ સ્માર્ટફોન છે જે એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 756જી પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. આમાં બે સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં પ્રાઇમરી સ્ક્રીન 6.8 ઇંચની છે, જે ફૂલએચડી+પી-ઓએલઇડી ડિસ્પ્લે છે. આ ઉપરાંત ફોનમાં 3.9 ઇંચની ફૂલએચડી+જીઓએલઇડી સેકન્ડરી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 8જીબી રેમ અને 128જીબી ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.

કેમેરા

જો કેમેરાની વાત કરીએ તો સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલનુ પ્રાઇમરી સેન્સર 13 મેગાપિક્સલના અલ્ટ્રા વાઇડ લેન્સ અને 12 મેગાપિક્સલના એક બીજો એક એલ્ટ્રા વાઇડ લેન્સની સાથે ત્રિપલ રિયર કેમેરા સેટએપ આપવામાં આવ્યો છે. આ ગિંબલ મોશન કેમેરા ફિચર વાળો છે, જે સેકન્ડરરી સ્ક્રીનમાં આવેલા વર્ચ્યૂઅલ જૉયસ્ટિક દ્વારા કેમેરા એન્ગલ કન્ટ્રૉલ કરે છે. વીડિયો કૉલિંગ અને સેલ્ફી માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો પૉપ અપ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. વળી ફોનને પાવર આપવા માટે 4000mAhની બેટરી આપવામાં આવી છે, જે વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

સોર્સ