સરકારે આપી ગંભીર ચેતવણી

660

સરકારે આપી ગંભીર ચેતવણી

હાલમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે, દેશમાં બેન્કિંગ ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યા છે. આનું મોટું કારણ એ છે કે ઇન્ટરનેટ અને વોટ્સએપનો ઉપયોગ વધી રહ્યો છે. બને છે એવું કે, કોરોનાને લીધે મોટી સંખ્યામાં લોકો ઘરેથી ઓફિસનું કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોને ઇન્ટરનેટ અને વોટ્સએપનો વધુ ઉપયોગ કરવાની ફરજ પણ પડે છે. અને આને જ કારણે સાયબર ગુનેગારો લાભ લઈને છેતરપિંડી કરી રહ્યા છે. હાલમાવોટ્સએપ પર એક મેસેજ ફરતો થઈ રહ્યો છે. જેમાં કોરોના મહામારી રાહત ભંડોળ મેળવવા માટે એક લિંક આપવામાં આવી રહી છે. જો તમને પણ આવો કોઈ જ મેસેજ મળે તો સાવચેત રહેજ. કારણ કે જો તમે આ લિંક પર ક્લિક કરશો તો તમારી બધી વિગતો સાયબર ગુનેગારો સુધી પહોંચી જશે અને તેનો લાભ કોઈપણ લઈ જશે અને છેતરી જશે.

સાયબર ગુનેગારો આવી રીતે મોકલે છે મેસેજ

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે સાયબર ગુનેગારો મોટા પ્રમાણમાં વ્હોટ્સએપ પર મેસેજ મોકલી રહ્યા છે. જેમાં સાયબર ગુનેગારો સરકાર તરફથી કોરોના મહામારી રાહત ભંડોળ વિશે વાત કરે છે અને તેમના મેસેજમાં એક લિંક શેર કરે છે. આ મેસેજમાં આપેલી લિંક પર યુઝરને ક્લિક કરવાનું અને જરૂરી વિગતો ભરવાનું કહેવામાં આવે છે. જો તમે ભૂલથી પણ સાયબર ગુનેગારોની લાલચમાં આવી ગયા તો સમજો ધૂતાઈ ગયા. તમે કોઈપણ સમયે સાયબર ફ્રોડનો ભોગ બની શકો છો.

સરકારે જાહેર કરી ચેતવણી

સરકાર દ્વારા પીઆઈબી ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પર એક માહિતી શેર કરવામાં આવી છે. આ ટ્વિટમાં આ પ્રકારનો કોઈપણ મેસેજ સંપૂર્ણ રીતે ફરજી-નકલી-અફવા હોવાનું કહેવામાં આવ્યું છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ને લગતું આવું કોઈપણ રાહત ભંડોળ બહાર પાડવામાં આવ્યું નથી. યુઝરોએ સાવધ રહેવાની ખાસ જરૂર છે. ટ્વિટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભૂલથી પણ આ મેસેજ કોઈને આવો તો આગળ ફોરવર્ડ કરશો નહીં. આ સિવાય આવી કોઇ પણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપવામાં આવી છે. સરકારે ચેતવણી આપી છે કે આવા મેસેજ તમારા ફોનને હેક કરી શકે છે. તમારો ડેટા ચોરીને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે

એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિને રૂ. 1.30 લાખ આપવામાં આવશે – સાયબર ગુનેગારોના નકલી સંદેશામાં, કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાગરિકોને કોવિડ -19 ફંડના રૂપમાં 1.30 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. બનાવટી સંદેશામાં એવું કહેવામાં આવ્યું છે કે 18 વર્ષથી ઉપરના નાગરિકોને ભંડોળ મળે છે. તમને જણાવી દઈએ કે, માહિતીના અભાવને લીધે, ઘણા વપરાશકર્તાઓ આપેલ લિંક પર તેમની વિગતો શેર કરે છે અને સાયબર ફ્રોડનો શિકાર બને છે.

સોર્સ