‘તોરબાઝ’ના ટ્રેલરમાં સંજય દત્તનો દેખાયો ધમાકેદાર અંદાજ

447

‘તોરબાઝ’ના ટ્રેલરમાં સંજય દત્તનો દેખાયો ધમાકેદાર અંદાજ

‘તોરબાઝ’ના ટ્રેલરમાં સંજય દત્તનો દેખાયો ધમાકેદાર અંદાજ, જુઓ વીડિયો

છેલ્લા ઘણા સમયથી અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt) તેની ફિલ્મોને બદલે લંગ કેન્સરને કારણે ચર્ચામાં હતો. સંજય તેની સારવાર કરાવ્યા પછી ઘરે પરત ફર્યો છે. આ દરમિયાન અભિનેતાની આગામી ફિલ્મ ‘તોરબાઝ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમા સંજય દત્ત ધમાકેદાર અંદાજમાં જોવા મળ્યો છે.

‘તોરબાઝ’ એ અફઘાનિસ્તાન યુદ્ધમાં શરણાર્થી શિબિરમાં રહેતા બાળકોની વાર્તા છે. તેમની વચ્ચે એક વ્યક્તિ આવે છે જેણે આતંકવાદી હુમલામાં પોતાના લોકો ગુમાવ્યા છે. આ વ્યક્તિ આર્મીનો પૂર્વ ડોક્ટર છે અને આ બાળકોને શસ્ત્રોને બદલે ક્રિકેટની તાલીમ આપીને તેમના હાથમાં બેટ અને બોલ આપી દે છે. સમસ્યા એ છે કે વિસ્તારના આતંકવાદીઓ આ બાળકોને સુસાઇડ બોમ્બરો બનાવવા માંગે છે, જેની સામે સંજય દત્તનું પાત્ર આવીને ઉભું થાય છે.

સંજય દત્તની સાથે ફિલ્મ ‘તોરબાઝ’માં નરગિસ ફાખરી અને રાહુલ દેવ જેવા કલાકારો પણ છે. ગિરીશ મલિક દ્વારા આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે. ફિલ્મ આવતા મહિને 11 ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

અહેવાલોનું માનીએ તો, સંજય દત્તની એક્શન-થ્રિલર ફિલ્મ ‘તોરબાઝ’ની સ્ટોરી અફઘાનિસ્તારનના ચાઇલ્ડ સુસાઇડ બોમ્બર્સની આસપાસ ફરે છે. આ ફિલ્મનું શુટિંગ વર્ષ 2017મા કિર્ગિસ્તાનમાં શરૂ કરવામાં આવય્ હતું અને છેક ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પુર્ણ થયું હતું.

ફિલ્મની રિલીઝિંગમાં થયેલા વિલંબ વિશે ડાયરેક્ટરનું કહેવુ છે કે, ફિલ્મના કેટલાક સીનને શૂટ કરવામાં સમય લાગ્યો જેના કારણે રિલીઝિંગમાં વિલંબ થયો. અમે જ્યારે અફઘાનિસ્તાનમાં હતાં ત્યારે શુટિંગ માટે યોગ્ય લોકેશન શોધવામાં અમને છ મહિના લાગી ગયા. અમે સ્પેશિયલ ઇફેક્ટ્સની મદદથી આખુ કાબુલ સિટી જાતે બનાવ્યુ છે. અમે તેના કેટલાક સીન્સ કિર્ગીસ્તાનમાં શૂટ કર્યા. આ જ કારણે ફિલ્મને પૂરી થવામાં આટલો સમય લાગી ગયો.