ચાહકોની માંગ સોનુ સૂદને ભારત રત્નથી સન્માનિત કરો

242

ચાહકોની માંગ સોનુ સૂદને ભારત રત્નથી સન્માનિત કરો

કોવિડ-19 દરમિયાન લોકડાઉનમાં એક્ટર સોનુ સૂદ પોતાના કામને લીધે રિયલ હીરો બની ગયો છે.

Image Source

સોનુએ મહામારી દરમિયાન હજારો લોકોને તેમના ઘરે પહોંચાડ્યા, ભોજન, સ્વાસ્થ્ય સુવિધા અને અભ્યાસની સગવડતા કરી દિધી.

Image Source

સોશિયલ મીડિયા પર લોકો તેના વખાણ કરવાનું ભૂલતા નથી. હાલમાં એક ચાહકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી છે કે તેઓ સોનુ સૂદને ભારત રત્નથી સન્માનિત કરે.

Image Source

આ પોસ્ટના જવાબમાં સોનુએ વિનમ્રતાથી હાથ જોડ્યા.
મંદિરમાં સોનુનો ફોટો
સોશિયલ મીડિયા યુઝરે એક પોસ્ટ કરી છે.

Image Source

આ પોસ્ટમાં મંદિરમાં ભગવાનની સાથે સોનુનો ફોટો પણ મૂકેલો છે. ફોટા પર તિલક લગાવ્યું છે એટલે કે તે ચાહક સોનની પૂજા કરે છે.

Image Source

તેણે પોસ્ટમાં પીએમ મોદીને વિનંતી કરી છે કે, અમે દેશના સાચા હીરોને ભારત રત્ન આપવાની માગ કરીએ છીએ. સોનુએ ઘણી વિનમ્રતા સાથે પોસ્ટનો જવાબ આપ્યો તેણે હાથ જોડેલું ઈમોજી પોસ્ટ કર્યું છે.

ચિંતિત હતો, કોરોના મહામારી દરમિયાન સોનુએ સમાજસેવા માટે ઘણા એવા પગલા ભર્યા છે જેને લઈને દરેક માટે તે રિયલ હીરો બની ગયો છે.

Image Source

છેલ્લા ઘણા મહિનાથી તે લોકોની મદદ કરવામાં જ વ્યસ્ત છે, આ મહિનાની શરુઆતમાં તેણે અમુક ટ્વીટ કર્યા હતા. જેમાં તેણે જે વિદ્યાર્થીઓ ફી ભરી શકતા નથી,

Image Source

સ્કૂલ તેમના ઓનલાઈન ક્લાસ પણ બંધ કરી રહી છે આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે જો બેંક મોરેટોરિયમ પીરિયડ આપી શકે છે તો સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી શકે છે.