સૈફે કહ્યું, ‘આદિપુરુષ’માં રાવણને દયાળુ બતાવીશું

223

સૈફે કહ્યું, ‘આદિપુરુષ’માં રાવણને દયાળુ બતાવીશું

સૈફે કહ્યું, ‘આદિપુરુષ’માં રાવણને દયાળુ બતાવીશું, સીતાના અપહરણને વાજબી ઠેરવીશું; સોશિયલ મીડિયામાં #BoycottAdipurush ટ્રેન્ડ

સૈફ અલી ખાન ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’માં ફરી એકવાર નેગેટિવ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સૈફ અલી ખાન લંકેશની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં પ્રભાસ રામના રોલમાં તથા ક્રિતિ સેનન સીતાના રોલમાં છે. આ ફિલ્મ 2022માં ઓગસ્ટમાં રિલીઝ થવાની છે. જોકે, ફિલ્મ હજી ફ્લોર પર પણ નથી ગઈ અને વિવાદમાં સપડાઈ ગઈ છે.

સોશિયલ મીડિયામાં #WakeUpOmRaut તથા #BoycottAdipurush જેવા હેશટૅગ ટ્રેન્ડ થવા લાગ્યા છે. યુઝર્સ સૈફ પર આક્રોશ ઠાલવી રહ્યાં છે.

આખરે શું બોલ્યો સૈફ?

મુંબઈ મિરર સાથેની વાતચીતમાં સૈફ અલી ખાને ‘આદિપુરુષ’માં લંકેશના રોલ અંગે વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે ફિલ્મમાં લંકેશનું કેરેક્ટર ખરાબ નહીં હોય પરંતુ માનવીય તથા મનોરંજક બતાવવામાં આવશે. વધુમાં સૈફે કહ્યું હતું, ‘રાક્ષસ રાજાનું પાત્ર ભજવવાની મજા આવશે,

પરંતુ અમે તેને દયાળુ બતાવીશું. ફિલ્મમાં સીતાના અપહરણને ન્યાય-પૂર્ણ બતાવવામાં આવશે. લક્ષ્મણે રાવણની બહેન શૂપર્ણખાનું નાક કાપી નાખ્યું હતું અને આ વાતનો બદલો લેવા માટે રાવણે રામ સાથે યુદ્ધ કર્યું હતું. આ વાત ફિલ્મમાં બતાવવામાં આવશે.

સૈફની વાત પર યુઝર્સ ભડક્યા

સૈફની આ વાત પર યુઝર્સ ભડકી ગયા છે. યુઝર્સે સવાલ કર્યો હતો કે આખરે રાવણે સીતાનું અપહરણ કર્યું તે વાતને જસ્ટીફાઈ કેવી રીતે કરી શકાય? યુઝર્સે #BoycottAdipurush અને #WakeUpOmRaut જેવા હેશટૅગથી ફિલ્મનો બહિષ્કાર કરવાની માગણી કરી છે. અનેક યુઝર્સે સૈફને ફિલ્મમાંથી હાંકી કાઢવાની વાત કહી છે..