તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં નવાં અંજલિભાભી

1093

આ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં નવાં ‘અંજલિભાભી’..

પ્રોડ્યુસર અસિત મોદી સાથે મતભેદ થતાં નેહા મહેતાએ શો છોડ્યો હતો…

તારક મહેતા કા…’માં હવે નવી અંજલિ ભાભીની એન્ટ્રી, જાણો કઈ એક્ટ્રેસની કરાઈ પસંદગી?

‘તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં છેલ્લા 12 વર્ષથી કામ કરી રહેલી અંજલીભાભી ઉર્ફે નેહા મહેતાએ સીરિયલને અલવિદા કહી દીધું હોય તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.

હાલ કોરોના કાળમાં કલાકારો સીરિયલોમાં કામ કરવાનું છોડી રહ્યાં છે. ત્યારે ‘તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં છેલ્લા 12 વર્ષથી કામ કરી રહેલી અંજલીભાભી ઉર્ફે નેહા મહેતાએ સીરિયલને અલવિદા કહી દીધું હોય તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. નેહા મહેતાએ સીરિયલને અલવિદા કહેતાં જ ચાહકો નિરાશ જોવા મળ્યાં હતાં. જોકે હેવ નવા સમાચાર સામે આવ્યાં છે કે, અંજલિ ભાભીએ શો છોડ્યા બાદ નવી અંજલિ ભાભી તરીકે એક અભિનેત્રીની પસંદગી કરાઈ છે અને હેવ તે આ રોલની ભૂમિકા ભજવશે. જોકે હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

એક ખાનગી ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે, ટીવી અભિનેત્રી સુનૈના ફોજદાર હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સીરિયલમાં જોવા મળશે. મહત્વની વાત એ છે કે, રવિવારે સીરિયલનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.

છેલ્લા 12 વર્ષથી અંજલિ તરીકે અભિનેત્રી નેહાને જ જોઈ રહ્યા હતાં જોકે હવે આ રીતે અચાનક સીરિયલને અલવિદા કહેતાં ચાહકોને આઘાત લાગ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો હવે શો પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં હોય તેવી કોમેન્ટો કરી રહ્યાં છે.

નવી અંજલી તરીકે સુનૈનાની જાણકારી કોઈ ઓફિશિયલ શો મેકર્સ તરફથી આપવામાં આવી નથી. સુનૈનાની વાત કરવામાં આવે તો, તે એક જાણીતી અભિનેત્રી છે. સીરિયલમાં તેણે ખૂબ સરસ રોલ ભજવેલા છે. હવે જોવાનું એ રહ્યું કે, સુનૈના અંજલિની ભૂમિકામાં કેટલી ફીટ બેસે છે અને ચાહકો સીરિયલને કેટલો રિસપોન્સ આપે છે.