Neha Kakkar: કોથળામાંથી બિલાડું નિકળ્યું

401

Neha Kakkar: કોથળામાંથી બિલાડું નિકળ્યું

પ્રેગ્નેન્સી નહીં પબ્લિસિટી સ્ટંટ

હાલ સોશિયલ મીડિયા પર નેહા કક્કરની એક તસવીર ઝડપથી વાઈરલ થઈ રહી છે, જેમાં પતિ રોહનપ્રીત સિંહ સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. જોકે આ ફોટોમાં કેટલી સચ્ચાઈ છે, એની પાછળની હકીકત સામે આવી ચૂકી છે.

બૉલીવુડ સિંગર (Bollywood Singer)નેહા કક્કર (Neha Kakkar)અને સિંગર રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh) થોડા સમય પહેલા લગ્ન અને હનીમૂનના સમાચારના લીધે ઘણી ચર્ચામાં રહી છે. તેમ જ લગ્ન અને હનીમૂનની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઈરલ થઈ હતી. હવે નેહા કક્કરને લઈને મોટા સમાચાર ચર્ચામાં છે. આ સમાચાર ફૅન્સને ખુશ પણ કરશે અને એને સાંભળીને થોડા હેરાન પણ થઈ જશે.

હાલ સોશિયલ મીડિયા પર નેહા કક્કરની એક તસવીર ઝડપથી વાઈરલ થઈ રહી છે, જેમાં પતિ રોહનપ્રીત સિંહ સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. જોકે આ ફોટોમાં કેટલી સચ્ચાઈ છે, એની પાછળની હકીકત સામે આવી ચૂકી છે.

મુંબઈ મિરરના એક રિપોર્ટ અનુસાર આ નેહા કક્કરના પ્રેગ્નન્સીના સમાચાર નથી પરંતુ આ એક પબ્લિસિટી સ્ટંટ છે. મુંબઈ મિરરથી વાત કરતા સોની ટીવીનો સૌથી પ્રખ્તાત સિંગિંગ રિયાલિટી શૉ ઈન્ડિયન આઈડલ 2020ના સૂત્રો અનુસાર એમણે કહ્યું નેહા કક્કર ગયા અઠવાડિયે જ શૂટ માટે આવી હતી, પરંતુ તેમનું બેબી બમ્પ નહોતું દેખાયું.

સિંગર નેહા કક્કરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ ફ્લૉન્ટ કરતા તસવીર શૅર કરી હતી અને એના કેપ્શનમાં લખ્યું હતું #KhayalRakhyaKar. એના પર પતિ રોહનપ્રીતે કમેન્ટ કરીને લખ્યું- અબ તો કુછ જ્યાદા હી ખ્યાલ રખના પડેગા નેહૂ. આ પોસ્ટ વાંચીને નેહા કક્કરના ફૅન્સ ખુશ થઈ ગયા અને જોતાં જ આ ન્યૂઝ વાઈરલ થઈ ગયા અને બધા ફૅન્સ નેહા કક્કરને પ્રેગ્નેન્સીની શુભેચ્છાઓ મોકલી રહ્યા હતા.

જુઓ અહીં 

જોકે નેહા કક્કરની બેબી બમ્પવાળી તસવીર સામ આવતા જ ભાઈ ટોની કક્કરે (Tony Kakkar) પણ કમેન્ટ કરી હતી અને લખ્યું હતું, મેં મામા બન જાઉંગા. નેહા કક્કર અને રોહનપ્રીતના લગ્ન 24 ઑક્ટોબર 2020ના રોજ થયા હતો. ચંદીગઢ અને દિલ્હીમાં લગ્નની બધી વિધિ થઈ હતી.