આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.વાંદરાઓ એક બીજાને હરખઘેલા થઈ ગળે લાગ્યા..

835

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે લખ્યુ કે વાહ શું હગ કરે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.વાંદરાઓ એક બીજાને હરખઘેલા થઈ ગળે લાગ્યા,

જોનારા આશ્ચર્યથી આભા રહી ગયા, Videoટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર રમુજી વીડિયો અને જોક્સ દ્વારા તેમના ચાહકોનું મનોરંજન કરે છે. આ વખતે સેહવાગે એક ફની વીડિયો શેર કર્યો છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

બે વાંદરાઓ એકબીજાને ખૂબ જ અનોખી રીતે ગળે લગાવે છે તે જોઈને તમે તમારા ચહેરા પર સ્મિત આવતુ રોકી નહી શકો.

સહેવાગે શેર કરેલા આ વીડિયોમાં જોશો તો દેખાશે કે એક વાંદરો ઘરની પાસે બેઠો છે બીજી બાજુથી બીજો વાંદરો આવે છે અને અચાનક તેને ગળે વળગે છે. આપણે ત્યાં ભેટવાનો રીવાજ છે.

એક બીજાને ગળે લગાડી એક દોસ્તીનું ઉદાહરણ આપી જાય છે. આ વીડિયો આપણને શીખવે છે કે પ્રેમથી કેવી રીતે રહેવુ.