દેશનાં 211 પ્રસિદ્ધ ગાયકોએ તૈયાર કર્યુ એક ગીત, પીએમ મોદીએ પણ કરી પ્રશંસા..જયતુ જયતુ ભારતમ….

417

કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ નિર્ણયથી અર્થવ્યવસ્થાને આંચકો લાગ્યો છે અને ગરીબ-મજૂરો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ છે.

હજારો મજૂરો સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને વતન પરત ફરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં લોકોનો ઉત્સાહ વધારવા માટે દેશભરના લોકપ્રિય ગાયકોએ એક ગીત તૈયાર કર્યું છે જે દેશની કપરી પરિસ્થિતિમાં લોકોનો ઉત્સાહ વધે તે માટે બનાવવામાં આવ્યું છે.

દેશભરના લોકપ્રિય ગાયકોએ એક ગીત તૈયાર કર્યું..

આ ગીતનું આખું નામ છે વન નેશન વન વોઇસ, જયતુ જયતુ ભારતમ..

તેને ગાવા માટે દેશનાં મહાન ગાયિકા લતા મંગેશકરે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે નમસ્કાર, આપણા ISRAના ગુણવાન કલાકારોએ એક થઈને આત્મનિર્ભર ભારતની ભાવનાથી પ્રેરિત આ ગીતનું નિર્માણ કર્યું છે.

 

જે સમગ્ર દેશના નાગરિકો અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપણે અર્પણ કરીએ છીએ. જયતુ ભારતમ. લતા મંગેશકરે ટ્વિટ કર્યું..

વડાપ્રધાન મોદીએ લતા મંગેશકરની ટ્વિટનો જવાબ આપ્યો અને સાથે સાથે આ ગીતની પ્રશંસા કરીને લખ્યું આ ગીત તમામ માટે ઉત્સાહ અન પ્રેરિત કરનારું છે. તેમાં આત્મનિર્ભર ભારત માટે સૂરોથી સજાવેલો ઉદઘોષ છે.