મોટા પડદે બહુ કમાયેલી નહિ પણ ટીવીમાં મચાવી હતી આ ફિલ્મોએ ધુમ, જાણો આ ફિલ્મો કઈ ?

260

દર વર્ષે બોલીવુડની અનેક ફિલ્મો રિલિઝ થાય છે. જેમાંથી અનેક ફિલ્મો બોક્સ ઓફિસ પર ધુમ મચાવે છે અને મસમોટી કમાણી કરે છે સાથે જ એવી પણ ફિલ્મો હોય છે જે મોટા પડદે કંઈ ખાસ કરી શકતી નથી પરંતુ ટીવી પર સુપરહિટ સાબિત થાય છે. એવું જરૂરી નથી કે લોરો ફિલ્મો જોવા થિયેટર્સ સુધી જાય, હિંદી ફિલ્મ જગતમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જ્યારે મોટા સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર નથી ચાલતી પરંતુ ટીવી પર તેને લોકોએ ખુબ પસંદ કરી હોય.

અંદાજ અપના અપના..

રાજકુમાર સંતોષી દ્વારા નિર્દેશિત વર્ષ 1994માં આવેલી ફિલ્મ અંદાજ અપના અપના બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહી પંરતુ આ ફિલ્મનું પ્રીમિયર ટીવીમાં થયું તો લોકોએ તેને ખુબ પસંદ કરી. ક્લાસિક કોમેડી આ ફિલ્મને ટીવી પર લોકોએ ખુબ પસંદ કરી.

સુર્યવંશમ..

ઈવીવી સત્યનારાયણ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ફેમિલિ ડ્રામા હતી અને કોઈ હિંદી ફિલ્મ દર્શક ભાગ્યે જ આ ફિલ્મથી અજાણ હશે. 1999માં રિલિઝ થયેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર કોઈ ખાસ રિસ્પોન્સ મળ્યો નહી પરંતુ ટીવીમાં આ ફિલ્મે ધુમ મચાવી. આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ પણ બનેલા છે.

હેરાફેરી..

વર્ષ 2000માં રિલિઝ થયેલી આ ફિલ્મને થિયેટરમાં કંઈ ખાસ સફળતા મળી નહી પરંતુ ટીવી પર દર્શકોને અપાર પ્રેમ મેળવવામાં આ ફિલ્મ ખુબ સફળ રહી. આ ફિલ્મના પાત્રો અને તેમના ડાયલોગ આજે પણ લોકોમાં ખુબ પોપ્યૂલર છે. પહેલી ફિલ્મની લોકપ્રિયતા બાદ આ ફિલ્મનો બીજો પાર્ટ ફિર હેરા ફેરી બનાવવામાં આવ્યો જે હિટ રહ્યો.
નાયક

એસ શંકર નિર્દેશિત વર્ષ 2001માં બનેલી ફિલ્મ નાયક બોક્સ ઓફિસ પર ચાલી નહોતી પરંતુ આ ફિલ્મનું પ્રીમિયર ટીવી પર થયું તો તે સુપરહિટ થઈ. ફિલ્મમાં અભિનેતા અનિલ કપુર એક દિવસ માટે મુખ્યમંત્રી બને છે અને જનતા માટે કામ કરીને બતાવે છે જે લોકોને ખુબ પસંદ પડે છે.

રોકેટ સિંહ..

શિમિત અમિન દ્વારા નિર્દેશિત વર્ષ 2009માં રિલિઝ થયેલી રણબીર કપુર અભિનીત ફિલ્મ રોકેટ સિંહ: સેલ્સ મેન ઓફ ધ યર ફિલ્મ દર્શકોને થિયેટર્સ સુધી ખેંચવામાં નાકામ રહી પરંતુ ટીવી પર આ ફિલ્મે ખુબ વાહવાહી મેળવી હતી.