કોઇની સુંદરતામાં લાગી ગયા ચાર ચાંદ તો કોઈનો બગડી ગયો ચહેરો, પ્લાસ્ટિક સર્જરી બાદ અભિનેત્રીઓની આવી થઈ હાલત

279

આજના સમયમાં દરેક એકદમ ફિટ અને સુંદર દેખાવા માગે છે. ફિલ્મના કલાકારો માટે તો આ ખુબજ આવશ્યક હોય છે. અભિનેત્રીઓ પોતાની તંદુરસ્તીની સાથે પોતાની સુંદરતા પર પણ ખૂબ જ ધ્યાન આપે છે. ઘણીવાર તો એવું પણ જોવા મળે છે કે, જ્યારે બોલીવૂડની અભિનેત્રીઓ સુંદર દેખાવા માટે પોતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી લે છે. તેનાથી ઘણીવાર કેટલીક અભિનેત્રીઓ ખૂબ જ સુંદર દેખાવા લાગે છે, પરંતુ ઘણી વખત તેનાં લીધે કેટલીક અભિનેત્રીઓ પહેલાથી પણ વધારે ખરાબ દેખાવા લાગે છે. ચાલો આજે તમને બોલિવૂડની એવી જ ૮ અભિનેત્રીઓ વિશે જણાવીએ કે જેમાંથી કોઈએ નાકની, કોઈએ ગાલની, તો કોઈએ હોઠની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

એશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચનને બોલિવૂડની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીની સાથે જ ખૂબ જ સુંદર અભિનેત્રી એમ જ નથી કહેવામાં આવતી. જણાવી દઈએ કે મિસ વર્લ્ડનો પુરસ્કાર મળ્યા બાદ બોલિવૂડમાં પોતાની કારકિર્દી બનાવવા માટે એશ્વર્યા રાય બચ્ચન પોતાના ચહેરાની સર્જરી કરાવી હતી. ત્યાર પછી તે પહેલા કરતાં પણ વધારે સુંદર અને આકર્ષક દેખાવા લાગી. એકવાર કરણ જોહરનાં ચેટ શોમાં ઈમરાન હાશ્મીએ એશ્વર્યાને “પ્લાસ્ટિક” જેવી કહી દીધી હતી, છતાં એશ્વર્યાએ ક્યારે પણ સર્જરીની વાતનો સ્વીકાર ન કર્યો.

શિલ્પા શેટ્ટી

હિન્દી સિનેમાની સૌથી હિટ અને ફીટ અભિનેત્રીઓમાંની એક શિલ્પા શેટ્ટીએ પણ બ્યુટી સર્જરીનો સહારો લીધેલો છે. શરૂઆતના દિવસોમાં તેનો રંગ વ્હાઇટ નહોતો દેખાતો, પરંતુ પછીથી તે ઘણી જ સુંદર દેખાવા લાગી હતી. તે ખુદ પણ ઘણીવાર કહી ચૂકી છે કે તે પહેલા તેનો રંગ આટલો વ્હાઇટ ન હતો. જાણકારોના કહેવા મુજબ શિલ્પાએ પોતાના નાકની સર્જરી કરાવેલી છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાનાં પહેલાના અને અત્યારના ફોટા પર નજર નાખવામાં આવે તો સ્પષ્ટ જોવા મળશે કે તેમણે પણ સુંદર દેખાવા માટે સર્જરીનો આશરો લીધો છે. મિસ વર્લ્ડ બન્યા પછી જ્યારે હિન્દી સિનેમામાં જવાના સપના જોતી હતી ત્યારે, તેમણે વધારે સુંદર દેખાવા માટે સર્જરી કરાવી હતી. મીડિયા રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીએ નાક અને હોઠની સર્જરી કરાવવાની સાથે જ બીજી કેટલીક પણ ક્લિનિકલ ટ્રીટમેન્ટનો સહારો લીધો છે. હાલમાં જ પ્રિયંકાનું પુસ્તક “અનફિનિશ્ડ “આવ્યું છે અને તેમાં તેમણે તે વાત જણાવી છે કે તેમણે આ સર્જરી માટે ઘણી જ મશ્કરી સહન કરવી પડી છે.

કટરીના કૈફ

કટરીના કૈફ પણ બોલિવૂડની સૌથી સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં સામેલ છે. જણાવી દઈએ કે તેમણે પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ત્યાર પછી તે હતી તેનાથી પણ વધારે સુંદર દેખાવા લાગી. છતાં પણ અભિનેત્રીએ ક્યારે પણ પ્લાસ્ટિક સર્જરીની વાતનો સ્વીકાર નથી કર્યો. મળેલી માહિતી મુજબ અભિનેત્રીએ ‘લિપ ફિલસૅ’ અને ‘નોઝ જૉબ’ ની સર્જરી કરાવી છે.

કંગના રનૌત

હિન્દી સિનેમાની હાજર જવાબી અને બિન્દાસ કલાકાર કંગના રનૌતને લઈને પણ કહેવામાં આવે છે કે, તેમણે પણ સર્જરીનો સહારો લીધો છે. જાણકારોના કહેવા મુજબ કંગનાએ પણ લિપ સર્જરી અને ત્યારબાદ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ પણ કરાવ્યું છે. જ્યારે રિપોર્ટ એવો પણ દાવો કરે છે કે કંગનાએ પોતાની પાંપણોની પણ સર્જરી કરાવેલી છે.

અનુષ્કા શર્મા

હાલમાં જ પુત્રીને જન્મ આપનાર અનુષ્કા શર્માએ પણ પોતાના હોઠની સર્જરી કરાવી છે. જણાવી દઈએ કે ફિલ્મ “રબને બનાદી જોડી” પછી તેમના હોઠ ઘણા જ અલગ દેખાવા લાગ્યા હતા. જેના લીધે અભિનેત્રીની સોશિયલ મીડિયામા ઘણી જ મશ્કરી કરવામાં આવી હતી, છતાં તેમણે ક્યારે સર્જરીની વાતનો સ્વીકાર નથી કર્યો.

આયશા ટાકિયા

સર્જરી પછી આઈશા ટાકિયાનાં હાવભાવ ઘણા જ બદલાઈ ગયા હતા. બોલિવૂડમાં એન્ટ્રી લીધાના થોડા જ સમય પછી તેમણે પોતાના બ્રેસ્ટની પણ સર્જરી કરાવી લીધી. ત્યારબાદ પોતાના ચહેરાની પણ સર્જરી કરાવી અને તેના ખૂબ જ ખરાબ પરિણામ ભોગવવા પડ્યા. અભિનેત્રીના ચહેરાનો દેખાવ જ બગડી ગયો. સર્જરી પહેલા ખૂબ જ સુંદર દેખાવા વાળી આયશા પછીથી ખૂબ જ બદસુરત દેખાવા લાગી.

શ્રુતિ હસન

અભિનેત્રી શ્રુતિ હસનની લઈને પણ એવી જ ચર્ચાઓ થતી રહે છે કે તેમણે પણ પોતાની સુંદરતા વધારવા માટે સર્જરી કરાવી છે. તેમના પહેલાનાં ફોટો અને અત્યારનાં ફોટો ઉપર ધ્યાન આપીએ તો ફર્ક સાફ જોવા મળે છે. જાણકારોનાં જણાવ્યા મુજબ શ્રુતિએ પોતાના હોઠ અને નાકની સર્જરી કરાવી છે. જો નજર નાખવામાં આવી તો શ્રુતિ દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈ હિન્દી સિનેમામાં પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.