બાહુબલી એક્ટર ભલ્લાલ દેવ ટૂંક સમયમાં પરણી જશે…

449

હાલ દરેક બાલિવુડ સ્ટાર્સ લોકડાઉનમાં પોતપોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે ત્યારે પોતાની એક્ટિંગથી લોકોના દિલ પર રાજ કરનાર સાઉથ ફિલ્મ્સના એક્ટર રાણા દગ્ગુબાતીએ મંગળવારે ફેન્સને ચોંકાવી દીધા હતા…

એક્ટરે મિહિકા બજાજ સાથે સગાઈ કરવાની જાણકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી.

રાણા દગ્ગુબાતીએ મંગળવારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મિહિકા બજાજ સાથેની એક તસવીર શેર કરી હતી.

આસાથે જ તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, હા તેણે કહી દીધું. આ સાથે જ રાણા દગ્ગુબાતીએ તસવીર સાથે મિહિકા બજાજને ટેગ કરીને હાર્ટ ઇમોજી પણ બનાવ્યું હતું. જે પછી ફેન્સે તેને શુભેચ્છાઓ આપવાની શરૂ કરી હતી.

નોંધનીય છે કે હૈદરાબાદમાં જન્મેલી મિહિકા બજાજની એક ડિઝાઈન ફર્મ પણ છે. જાકે હજુ સુધી એ વાત સામે નથી આવી કે રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજ ક્યારે લગ્ન કરશે. લોકડાઉન પછી જા બધું સામાન્ય રહ્યું તો શક્યતા છે તેઓ જલ્દી જ લગ્ન કરશે.

જા કામ કરવામાં આવે તો રાણા દગ્ગુબાતી ફિલ્મ ‘હાથી મેરે સાથી’માં જાવા મળશે. કોરોના વાયરસના કારણે આ ફિલ્મ રીલિઝ થવામાં મોડું થઈ રહ્યું છે. નોંધનીય છે કે રાણા દગ્ગુબાતીનું નામ તાજેતરમાં જ એક્ટ્રેસ રાકુલ પ્રીત સિંહ સાથે જાડાયું હતું. હવે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે.

દગ્ગુબાતીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરીને ચાહકોની બોલતી બંધ કરી દીધી છે પરંતુ હજુ સુધી નક્કી થયું નથી તે ક્યારે લગ્ન કરશે. કોરોના કારણે હાલમાં દેશભરમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે.