અનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ

881

અનુષ્કાનું વોગ મેગેઝીનમાં બોલ્ડ ફોટોશૂટ

આ બોલ્ડ ફોટોશૂટમાં અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો..

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને હાલમાં પ્રેગ્નન્સીનો આઠમો મહિનો જઈ રહ્યો છે. આટલું જ નહીં અનુષ્કાએ પ્રેગ્નન્સી જર્ની અંગે પણ વાત કરી હતી.

અનુષ્કા શર્માએ વોગ સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘લૉકડાઉનને કારણે મારી સાથે પતિ વિરાટ કહોલી જ હતો. બધા જ ઘરની અંદર બંધ હોવાથી કોઈને પણ ખ્યાલ ના આવ્યો કે હું પ્રેગ્નન્ટ છું. કોરોના આ રીતે મારા માટે આશીર્વાદરૂપ બન્યો હતો.

જ્યારે પણ ડૉક્ટરને બતાવવા જવાનું થતું ત્યારે રોડ પર કોઈ અમને જોઈ શકતું નહોતું.’

વધુમાં અનુષ્કાએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના શરૂઆતના દિવસોમાં તે ‘બુલબુલ’નું પ્રમોશન કરતી હતી. એકવાર ઝૂમ કૉલ પર તે પ્રમોશન કરતી હતી ત્યારે અચાનક જ તેની તબિયત ખરાબ થઈ અને તેને વોમિટિંગ જેવું થવા લાગ્યું હતું.

તેણે તરત જ વીડિયો ઑફ કરીને તેના ભાઈ કર્ણેશ શર્માને મેસેજ કર્યો હતો. જો તે સેટ પર કે સ્ટૂડિયોમાં હોત તો દરેકને આ વાતની ખબર પડી ગઈ હોત.

અનુષ્કાએ એમ પણ કહ્યું હતું કે હાલમાં તે બેબીની નર્સરી ડિઝાઈન કરવામાં વ્યસ્ત છે. તે એવું માનતી નથી કે છોકરાઓ બ્લૂ ને છોકરીઓ પિંક રંગ પહેરે છે. નર્સરીમાં તમામ રંગો જોવા મળશે. નર્સરીની થીમ એનિમલ થીમ છે.

તે તથા વિરાટને પ્રાણીઓ પ્રત્યે ઘણો જ પ્રેમ છે અને તે ઈચ્છે છે કે તેમના બાળકમાં પણ પ્રાણીઓ પ્રત્યે અલગ બોન્ડ જોવા મળે.

અનુષ્કા શર્માએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના શરૂઆતના ત્રણ મહિના તે માત્ર ટોસ્ટ તથા ક્રેકર્સ ખાતી હતી. હવે છેલ્લા મહિનામાં તે વડાપાઉં તથા ભેળપૂરી ખાય છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં પ્રથમ સંતાનને જન્મ આપશે. ડિલિવરી બાદ અનુષ્કા મે મહિનામાં કામ પર પરત ફરશે.