યુનિવર્સિટી-કોલેજ ફરીથી ખોલવાની UGCની ગાઈડલાઈન જાહેર કરાઈ

316

યુનિવર્સિટી-કોલેજ ફરીથી ખોલવાની UGCની ગાઈડલાઈન જાહેર કરાઈ

ગુજરાત રાજ્યમાં દિવાળીના વેકેશન બાદ શાળાઓ અને કોલેજો શરૂ કરવાના સંકેતો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. દિવાળી બાદ શાળા અને કોલેજ એકસાથે શરૂ કરવાની વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. દિવાળીના વેકેશન બાદ પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 નું શૈક્ષણિક કાર્ય શરૂ (schools reopening) કરવામાં આવી શકે છે. અંગે અધિકારીઓને એસઓપી તૈયાર કરવા માટે સૂચના આપી દેવાઈ છે. ત્યારે કોલેજો શરૂ કરવા બાબતે યુજીસી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ રહેલી કોલેજ માટે ગાઈડલાઈન જાહેર કરવામા આવી છે.

આ વાતની જાણકારી શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ આ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે.

નવી ગાઈડલાઈનમાં યુનિવર્સિટીઓને એ સુનિશ્ચિત કરવા માટે જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ કેમ્પસને ફરીથી ખોલવા પહેલા, કેન્દ્ર અથવા સંબંધિત રાજ્ય સરકાર દ્વારા જે-તે શૈક્ષણિક સંસ્થાઓને ફરીથી ખોલવા માટે સુરક્ષિત જાહેર કરી હોય. કોવિડ-19ના સમયમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નિયમોનું કડક રીતે પાલન કરવું જરૂરી છે.

તે સિવાય બધી શૈક્ષણિક સંસ્થાઓએ કેમ્પસમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તેમના કર્મચારીઓના સવાસ્થ્યનું સંપૂર્ણપણે ખ્યાલ રાખવો પડશે. કેમ્પસમાં સ્વાસ્થ્ય સુરક્ષા, સંક્રમિત વ્યક્તિઓની જાણ કરી આપતું થર્મલ સ્ક્રીનિંગ, કેમ્પસમાં વાયરસનો પ્રસાર રોકવા માટેના ઉપાયો સાથે બધી સાવધાની રાખવી પડશે. UGC દ્વારા બધા રિસર્ચ પ્રોગ્રામના વિદ્યાર્થીઓ અને સાયન્સ અને ટેક્નોલોજી પ્રોગ્રામમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છાત્રોને સંસ્થામાં સામેલ કરવાની પરવાનગી આપી છે કારણ કે પીજી સ્તર પર અધ્યયન કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી છે. પરંતુ વિદ્યાર્થીઓએ કેમ્પસમાં સોશિયલ ડિસ્ટન્સીંગનું પૂરુ ધ્યાન રાખવું પડશે. અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક અને પ્લેમેન્ટ ઉદ્દેશ્યો માટે સંસ્થાના ડીનના નિર્ણય પ્રમાણે સામેલ થવાની પરવાનગી આપવામાં આવશે.