શાળાઓને લઈને સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી શરૂ થશે ધો. 6-8ની શાળાઓ

314

રાજ્યમાં કોરોના મહામારીની આફત ઓછી થતાં જ ગુજરાતમાં એક બાદ એક શાળા અને કોલેજો શરૂ કરવામાં આવી રહી છે. રાજ્યમાં અગાઉ પ્રથમ વર્ષ કોલેજ તેમજ ધોરણ 9થી 12નાં શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. અને હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, હવે ધોરણ 6થી 8ની (Std 6-8 Schools) શાળાઓ પણ 18 ફેબ્રુઆરીએથી શરૂ થશે.

18 ફેબ્રુઆરીથી ધો. 6થી 8ના વર્ગો થશે શરૂ

ધો.9થી 12, કોલેજ સ્તરે પહેલું અને ત્રીજુ વર્ષ તેમજ ટયુશન ક્લાસ શરૂ થયા બાદ હવે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ધો.છથી આઠના વર્ગોમાં પણ ફિઝિકલ શિક્ષણનો આરંભ કરવા સરકારે તમામ મોરચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 18 ફેબ્રુઆરીને ગુરુવારથી જ ધોરણ 6થી 8ના વર્ગખંડો શરૂ કરવાનો નિર્ણય આજે રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

ઓફલાઇન શિક્ષણ માટે શિક્ષણ મંત્રીને મળી હતી દરખાસ્ત

સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી ક્ષેત્રની ધોરણ 6થી 8ના વર્ગોમાં ઓનલાઈન શિક્ષણને બદલે ફિઝિકલ એજ્યુકેશન પૂર્વવત કરવા શિક્ષણ મંત્રીને દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે દરખાસ્તને આધારે રૂપાણી સરકારે વિદ્યાર્થીઓનાં હિતમાં ધોરણ 6-8ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે ઓફલાઈનની સાથે ઓનલાઈન શાળાઓ પણ યથાવત રહેશે.

કોરોના કાળમાં સંક્રમણ નિયંત્રણ સંદર્ભે SOPનો ચૂસ્ત અમલ સાથે વર્ષ 2021ના આરંભે 11 જાન્યુઆરીથી ધો.10-12 તેમજ કોલેજના છેલ્લા વર્ગો માટે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું હતું. 1લી ફેબ્રુઆરીથી ધોરણ 9થી 12 શરૂ કરાયું છે. તેના અપેક્ષા મુજબ પરિણામો મળતાં સરકાર હવે ધોરણ 6થી 8 માટે પણ શાળાઓનાં દ્વાર વિદ્યાર્થીઓ માટે ખુલ્લા કરી દીધા છે.

Soucre:Sandesh Samachar