આ શિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા શિવ લિંગ પર ચઢાવો આ બે વસ્તુ, દરેક મનોકામનાઓ થશે પૂરી, જાણો અને અજમાવો…

172

મિત્રો, મહાદેવને પ્રસન્ન કરવા ખુબ જ સરળ છે. તમે ફક્ત બીલીપત્ર અને જળ અર્પણ કરીને પણ તેમની વિશેષ કૃપા મેળવી શકો છો. તેમને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રીનો દિવસ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. જે કોઈપણ શ્રદ્ધાળુ આ દિવસે શિવલિંગની પૂજા કરે છે અને તેમને બીલીપત્ર અને જળ અર્પિત કરે છે. તેમના પર સદાય મહાદેવની કૃપા બની રહે છે. આ વર્ષે શિવરાત્રી ૧૧ માર્ચના રોજ આવી રહી છે.

હિંદુ પંચાંગ પ્રમાણે આ પર્વ મહા માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામા આવે છે. જ્યારે દક્ષિણ ભારતીય પંચાંગ મુજબ આ પર્વ અન્ય કોઈ તિથી પર ઉજવવામા આવે છે પરંતુ, આ વર્ષે આ બંને તિથિઓ એક જ દિવસે આવી રહી છે. આ સાથે જ આ વખતે શિવરાત્રી પર શિવયોગની સાથે ધનિષ્ઠા નક્ષત્ર રહેશે અને ચંદ્રમા મકર રાશિમાં બિરાજમાન રહેશે એટલે કે મહાશિવરાત્રી ઘણા શુભ સંયોગ સાથે આવી રહી છે.

મહાદેવને પ્રસન્ન કરવા માટે જળ અને બિલીપત્ર જરૂર અર્પિત કરો. વાસ્તવમા આ વસ્તુઓ શિવલિંગ પર અર્પિત કરવા પાછળ એક વિશેષ કથા જોડાયેલી છે. આ કથા મુજબ સમુદ્રમંથન સમયે કાલકુટ નામનુ એક વિષ બહાર નીકળ્યુ હતુ, જે દેવગણના ભાગમાં આવ્યું હતું. દેવજનોની આ વિષથી રક્ષા કરવા માટે મહાદેવે સ્વયં આ ઝેર પી લીધુ હતુ અને તેને પોતાના કંઠ પર જ ધારણ કર્યુ હતુ. આ કારણોસર મહાદેવનુ ગળું વાદળી થઈ ગયું હતુ અને આ કારણોસર જ તે નીલકંઠ તરીકે પણ ઓળખાયા.

આ વિષના કારણે મહાદેવનુ શરીર ગરમ થવા લાગ્યુ હતુ એટલે તેમના શરીરને ઠંડુ રાખવા માટે દેવજનોએ તેમના મસ્તિષ્ક પર જળ રેડવાનુ શરૂ કરી દીધું હતું અને બીલીપત્ર પણ ઠંડી તાસીર ધરાવતા હોવાથી તે પણ ચડાવ્યા. આ બિલિપત્ર વૃક્ષની ઉત્પત્તિનો ઉલ્લેખ સ્કંદપુરાણમાંથી મળી આવ્યો છે. એક કથા મુજબ એકવાર દેવી પાર્વતીએ પોતાના કપાળ પરથી પરસેવો લૂછીને જમીન પર ફેંકી દીધો હતો. જેના થોડા ટીપા મંદાર પર્વત પર પડ્યા અને આ પર્વત પર બીલી વૃક્ષની ઉત્પત્તિ થઈ.

આપણા શાસ્ત્રોમા આ વૃક્ષ વિશે ઘણુ બધુ લખવામા આવ્યુ છે કે, આ વૃક્ષના મૂળમા ગિરિજા, તનમાં મહેશ્વરી, શાખામાં દક્ષયાયની, પાનમા પાર્વતી, પુષ્પોમા ગૌરીનો વાસ હોય છે. મહાદેવને બિલીપત્ર અર્પિત કરતા સમયે અનેકવિધ પ્રકારની વાતોનુ ધ્યાન રાખવાનુ હોય છે. બિલિપત્ર હંમેશા ઉલટુ રાખવુ જોઈએ એટલે કે લિસી સપાટીવાળો ભાગ જ શિવલિંગ પર અર્પિત કરવો જોઈએ. આ ઉપરાંત તેને હંમેશા અનામિકા, અંગૂઠા કે મધ્યમ આંગળીની મદદથી અર્પિત કરવુ જોઈએ.

એવુ માનવામાં આવે છે કે, તેના આ બીલીપત્રના મૂળ ભાગમા તમામ તીર્થોનો પણ વાસ થતો હોય છે. તેની સાથે જ જે બિલીપત્ર તમે અર્પણ કરો, તે એકદમ સાફ હોવા જોઈએ. આ બીલીપત્ર કોઈપણ જગ્યાએથી ગંદુ કે તૂટેલુ ના હોવુ જોઈએ. આ બીલીપત્ર ક્યારેય પણ અશુદ્ધ હોતુ નથી. પહેલાથી જ ચડાવવામાં આવેલ બીલીપત્રને તમે ફરીથી ધોઈને પણ ચડાવી શકો છો.

આ સિવાય અમુક માન્યતાઓ એવી છે કે, જે ઘરમા બીલીનુ વૃક્ષ હોય છે, ત્યા ક્યારેય પણ ધનની અછત રહેતી નથી. જે કોઈપણ શ્રદ્ધાળુ મહાદેવને બીલીપત્ર અર્પણ કરે છે. તેમના બધા જ દુઃખ દૂર થઈ જાય છે અને ભોલેનાથ તેમની બધી જ મનોકામનાઓ તુરંત પૂર્ણ કરે છે. ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાવસ્યા, સંક્રાંતિના સમયે અને સોમવારના રોજ તેને તોડવા જોઈએ નહિ.

જે લોકો ભોળાનાથને બિલીપત્ર તથા જળ અર્પિત કરે છે, તેમના પર મહાદેવની કૃપા હંમેશા બની રહે છે. મહાદેવને બિલીપત્ર અર્પણ કરવાથી ગરીબી દૂર થઇ જાય છે અને વ્યક્તિ સૌભાગ્યશાળી બને છે. આ ઉપરાંત જે લોકો લગ્ન માટે ઈચ્છુક હોય તેમના લગ્ન પણ થાય જાય છે. તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો.