એક એવો મંત્ર છે કે જે ગમે તે દોષ હોય તેને દૂર કરીને સંતાનનું સુખ આપે..

1453

આંગણમાં જો બાળકની કિલકારીઓ ન ગુંજે તો ઘર ઘર નથી, સંતાન એ ઈશ્વરનું વરદાન છે. પછી તે ગમે તે સમયે આવે. લાગતુ એજ ઘર જાણે કે વ્યક્તિને ખાઈ જવા દોડે છે તેવું લાગે. સંતાન એ સુખ છે જેના વગર જિંદગી સૂની છે.

જો કે એવું પણ બનતું હોય છે કે અનેક વર્ષના દાંપત્યજીવન પછી પણ સંતાનપ્રાપ્તિ થતી નથી.સંતાન વિહોણા દંપતીઓ જ જાણે છે કે ખોળાનો ખુંદનાર શું છે. સંતાન ન થવા પાછળ શું કારણ છે શું કુડળીમાં સંતાનદોષ છે. કે પછી પિતૃદોષ છે એ જે તે કુંડળીમાં શંસોધનનો વિષય છે.

આમ છતાં એક એવો મંત્ર છે કે જે ગમે તે દોષ હોય તેને દૂર કરીને સંતાનનું સુખ આપે છે. જો તમે કે તમારા વર્તુળમાંથી કોઈ સંતાન ઝંખતું હોય તો આ પ્રયોગ એક વાર જરૂરથી કરી જુઓ સંતાન પ્રાપ્તિ કરાવશે. સંતાન સુખનું સપનું પુરું થાય તે માટે મંગળવારે રાત્રે આ મંત્રનો જાપ 108 વાર કરો. નિશ્ચિત પણે સંતાન સુખ મળશે.

સંતાન ગોપાલ મંત્ર ૐ શ્રીં હૃીં ક્લીં ગ્લૌં દેવકીસુત ગોવિંદ વાસુદેવ જગત્પતે દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણં ગતઃ ।

આ મંત્ર સાથે કૃષ્ણના બાળ સ્વરૂપની સાધના કરવી જોઈએ.
આ મંત્ર જપતાં પહેલા આગલે દિવસે પૂજન કક્ષમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપનો ફોટો લગાવો અથવા ઘરમાં વિધિ-વિધાનથી બાળ કનૈયા(લાલજી)ની સ્થાપના કરો. દરરોજ તેમને શ્રદ્ધા અને વિશ્વાસની સાથે માખણ મિસરીનો પ્રસાદ ધરાવો.

પૂજન અને પ્રસાદ પછી સ્વસ્થ સંતાન પ્રાપ્તિની કામના કરો. તેની પરિપૂર્તિ માટે પૂર્ણ શ્રદ્ધાથી સંતાન ગોપાલમંત્રનો ભક્તિભાવ સાથે 108 વાર જાપ કરો. જાપ કરવા માટે તુલસીની 108 મણકાવાળી માળાનો પ્રયોગ કરો.

આ મંત્ર બને ત્યાં સુધી સવારે નાહીને તરત જ કરવાથી કનૈયા જેવા જ સુંદર અને સ્વસ્થ તેમજ નસીબદાર સંતાનની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે તમને અંજની માતા કુંતા માતાનું સ્મરણ કરશો તો પણ તમને તાત્કાલીક સુંદર બાળકની પ્રાપ્તિ થશે.