દિવાળી પહેલા ભક્તો માટે પાવાગઢ મંદિરથી આવ્યા ખુશીના સમાચાર

292

દિવાળી પહેલા ભક્તો માટે પાવાગઢ મંદિરથી આવ્યા ખુશીના સમાચાર

નવરાત્રિમાં મા પાવાગઢવાળીનું અનેરુ મહત્વ હોય છે. અહીં દર વર્ષે એટલા ભક્તો ઉમટી પડે છે કે, તળેટીથી લઈને મંદિર સુધી ભીડ જ ભીડ નજરે આવતી હોય છે. તેથી આવામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિમાં મંદિર બંધ કરવામાં આવ્યું હતું. મંદિરની બહાર એલઈડી પર દેવીના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આજે સોમવારથી નિજ મંદિર ભક્તો માટે ખોલી દેવાયું છું. ગત 16 ઓક્ટોબરે મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. જે 2 નવેમ્બરના રોજ ખોલવામા આવ્યા છે. નવરાત્રિ દરમિયાન દર્શનાર્થીઓ માત્ર માતાના વર્ચ્યુઅલ દર્શન કરી શક્યા હતા. મંદિરની વેબસાઇટથી ભક્તો મા પાવાગઢવાળીના દર્શનની વ્યવસ્થા કરાઈ હતી. તો બીજી તરફ, નવરાત્રિને લઈ આવતા દર્શનાર્થીઓને વિવિધ જગ્યાઓ પર એલઇડીથી વર્ચ્યુઅલ દર્શન કરી શકાશે તેવી વ્યવસ્થા કરવામા આવશે.

નવરાત્રિમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ગુજરાતના અનેક મંદિરો ભક્તો માટે બંધ કરાયા હતા. ભક્તોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે પાવાગઢ મંદિર (Pavagadh temple) પર બંધ કરવામાં આવ્યું હતું. જોકે, નવરાત્રિ બાદ પણ મંદિર ખોલાયું ન હતું. ત્યારે હવે આજે મંદિરના દરવાજા ભક્તો માટે ખોલી દેવાયા છે. આજથી ભક્તો પાવાગઢ મા કાળીના દર્શન કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિના પર્વમા પાવાગઢ માકાળીનુ અનેરુ મહત્વ હોય છે. મોટી સંખ્યામાં લોકો અહી મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આવામાં કોરોના ન વકરે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પાવાગઢની આસપાસનો વિસ્તારનો પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યો હોવાથી અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓની પણ સતત અવરજવર રહે છે.