મંદિરો ઉપર શા માટે ગોળ ગુંબજ બનાવવામાં આવે છે?

2065

મંદિરો ઉપર શા માટે ગોળ ગુંબજ બનાવવામાં આવે છે?

લોકો ચર્ચ, મંદિર, મસ્જિદ અને ગુરુદ્વાર જેવા પ્રાર્થના ક્ષેત્રો કે જ્યાં લોકો તેનું દુ:ખ નિવારણ માટે જાય છે. બધા ધર્મોની પૂજા પદ્ધતિ સમાન હોય છે અને તેવી જ સમાનતા તેની ઇમારતમાં પણ હોય છે. બધા ધર્મોમાં ચર્ચ, મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારામાં ગોળ ગુંબજ જોવા મળે છે, તેના દ્વારા અનુમાન લગાવી શકાય કે આ પ્રાર્થનાનુ સ્થળ છે.

ધાર્મિક ઇમારતોમાં ગુંબજ લગાવવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. તેથી તેમાં ગુંબજનું નિર્માણ કરવામાં આવે છે. વાસ્તુશિલ્પ પણ આ સત્ય બાબતનો સ્વીકાર કરે છે કે વાતાવરણમાં એક વિશેષ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. ગુંબજને કારણે તે ઉર્જા પ્રાર્થના કરનાર લોકોને પ્રભાવિત કરે છે. જેનાથી શાંતિનો અનુભવ થાય છે.
વૈજ્ઞાનિક માન્યતા અનુસાર ગુંબજની નીચે ધ્યાન કરવાથી એકાગ્રતા આવે છે અને મનની ચંચળતા દુર થાય છે. અધ્યાત્મમાં ગુંબજની તુલના સ્વર્ગની સાથે કરવામાં આવે છે. તેના દ્વારા વ્યક્તિ તેની પ્રાર્થના ઈશ્વર માટે કરે છે અને તેની પ્રાર્થના તેના ભક્તોના આશિર્વાદના રૂપે મનાય છે.