ભગવાન ગણેશજીનું કપાયેલું મસ્તક, આજે પણ આ ગુફામાં રાખવામાં આવ્યું છે, જાણો ક્યાં આવેલું છે આ પવિત્ર સ્થળ….

768

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશજીને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. ગણેશજીના જન્મ વિશે ઘણી કથાઓ છે કહેવામાં આવે છે કે ભગવાન શિવે ક્રોધમાં આવીને ગણેશજીનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું હતું

ત્યારબાદ માતા પાર્વતીજી ના કહેવા ઉપર તેમણે હાથીનું મસ્તક લગાવ્યું…

હવે એવામાં સવાલ એ થાય છે કે ભગવાન શિવે ગણેશજીનું મસ્તક ધડથી અલગ કર્યું હતું તે મસ્તક ક્યાં રાખ્યું હતું? તો અમે તમને કહી દઈએ કે તે મસ્તક ભગવાન શિવની એક ગુફામાં રાખી દીધું હતું. તે ગુફા ઉત્તરાખંડના પિથોરાગઢ માસથી જ છે તેને પાતાલ-ભુવનેશ્વર ના નામથી પણ ઓળખવામાં આવે છે.

તેમનું વર્ણન સ્કંદ પુરાણમાં પણ છે જ્યાં ગણેશજીનું મસ્તક રાખવામાં આવ્યું છે. તેને પાતાલ-ભુવનેશ્વર નામથી ઓળખવામાં આવે છે. અહીં બિરાજમાન ગણેશજીની મૂર્તિ ને આદિ ગણેશ કહેવામાં આવે છે. પાતાળ ભુવનેશ્વર ગુફા ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આ ગુફા વિશાળકાય પહાડી ના વચ્ચે ૯૦ ફૂટ અંદર છે કહેવામાં આવે છે કે આ ગુફાની શોધ આદી શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી.

આ ગુફામાં ભગવાન ગણેશની કપાયેલી શીલા રૂપી મૂર્તિ ના ઠીક ઉપર 108 પંખુડી ઓ વાળા શવષ્ટક દળ બ્રહ્મકમળ સુશોભિત છે. બ્રહ્મકમળ થી ભગવાન ગણેશની શીલા રૂપી મસ્તક ઉપર જળ ની દિવ્ય બુંદ ટપકે છે.

મુખ્ય બુંદ આદિ ગણેશ ના મુખ માં પડતી જોવા મળે છે. માન્યતા છે કે આ બ્રહ્મકમળ ભગવાન શિવે અહીં સ્થાપિત કર્યું હતું.

આ ગુફામાં કાલભૈરવની જીભ ના દર્શન પણ થાય છે. તેમના વિશે માન્યતા છે કે મનુષ્ય કાળભૈરવ ના મુખથી ગર્ભમાં પ્રવેશ કરી પૂંછડી સુધી પહોંચી જાય તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.