આ રોજિંદા પાંચ પ્રકારના પાપો કરશો તો ક્યારેય સુખી નહીં થાવ….

156

આજે હું પાંચ પ્રકારના પાપની વાત કરીશ, આનાથી બચવાનો પ્રયત્ન કરજો, કારણ કે જો તમે ખ્યાલ નહીં રાખો, તો આ પાંચ પાપ થઈ જશે અને તમને ખ્યાલ પણ નહીં રહે આપ પાંચ પાપ નીચે મુજબ છે..

-પહેલું ગુસ્સો કરવો – નાની બાબતમાં ગુસ્સો ન કરવો તેનાથી મારી શક્તિ અને સમય વેડફાય છે લાંબા ગાળે તંદુરસ્તી નો બગાડ પણ થાય છે..

-ઈર્ષા કરવી – કોઈની ઈર્ષા ન કરવી તેનાથી મન દુઃખી થશે અને જશે ઇર્ષા નહીં પણ સામેની વ્યક્તિ સાથે તંદુરસ્ત હરીફાઈ કરો

-અભિમાન કરવું – અભિમાન એક પ્રકારની દિવાલ બનાવી લે છે અને સારા લોકોને તમારા તરફ આવતા રોકે છે ધીમે ધીમે તમે એકલા પડી જાવ છો..

-લાલચમાં પડવું – ખોટી લાલચની જાળમાં ન આવી તેનાથી છેવટે નુકસાન જ થાય છે યોગ્ય લાભ મળતા હોય તે જ લો.

-આળસ કરવી – એ મોટો શત્રુ છે તે તમને શિથિલ બનાવી દે છે અને તમારી પ્રગતિને રોકી દે છે…