શું તમને ખ્યાલ છે ઘરમા આ જગ્યાએ ન લગાવવી જોઈએ આપણા પૂર્વજો ની તસ્વીર, નહીંતર વેઠવું પડશે ભારે નુકસાન

495

મિત્રો, મોટાભાગના લોકો પોતાના ઘરમા પોતાના પૂર્વજોની તસવીરો અવશ્યપણે લગાવે છે. એવુ પણ માનવામા આવે છે કે, પૂર્વજોની આ ફોટોસ ઘરે લગાવવાથી તેમના આશીર્વાદ પરિવાર પણ તમારા પર બની રહે છે, આ સિવાય વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં પૂર્વજોની ફોટોસ લગાવવામા આવે ત્યારે તે સમયે અમુક વાતો અંગેનુ વિશેષ ધ્યાન પણ રાખવુ જોઈએ. જો તમે આમ ના કરો તો તમારા ઘરમા અનેકવિધ પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે, ઘરમાં પૂર્વજોની ફોટોસ લગાવવામા આવે ત્યારે તમારે કઈ બાબતોનુ વિશેષપણે ધ્યાન રાખવુ જોઈએ.

આપણે ક્યારેય પણ આપણા દેવી-દેવતાઓની સાથે પૂર્વજોની ફોટોસ લગાવવી જોઈએ નહિ. હા, એ વાત તદન જુદી છે કે, આપણા પૂર્વજો પણ આપણા દેવતાઓ જેટલા જ શક્તિશાળી હોય છે પરંતુ, તેમને દેવતાઓની સમકક્ષ માન-સન્માન આપવામા આવતુ ના હોય તો તેના કારણે તમારે અનેકવિધ પ્રકારના દોષનો સામનો કરવો પડી શકે છે અને તમને શુભ ફળની પ્રાપ્તિ થતી નથી.

આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોઈપણ વ્યક્તિએ ભૂલથી પણ પૂર્વજોની ફોટો બેડરૂમમા અથવા તો રસોઈઘરમા લગાવવી જોઈએ નહિ.


આપણા બેડરૂમમાં કે પછી રસોઈઘરમા પૂર્વજોની ફોટોસ લગાવવાથી ઘરમા થતા વાદ-વિવાદ અને ઝઘડાનુ પ્રમાણ વધવા લાગે છે અને તેના કારણે ખુશી અને સમૃદ્ધિમા પણ ઘટાડો થાય છે. આ સિવાય ઘરના મધ્ય ભાગમાં કોઈએ પૂર્વજોની ફોટો ના મૂકવી જોઈએ કારણકે, આવુ કરવાથી તમારા માન-સન્માનને હાનિ પહોંચી શકે છે.

આ ઉપરાંત ઘરના જીવંત લોકો સાથે પણ ક્યારેય ઘરના પૂર્વજોની ફોટો ક્યારેય ના લગાવવી જોઈએ કારણકે, આવું કરવા થી જીવિત વ્યક્તિ ઉપર નકારાત્મક પ્રભાવ પડે છે. તે જીવંત વ્યક્તિનુ આયુષ્ય ઘટાડે છે અને પૂર્વજોની ફોટોસ ક્યારેય ઘરમાં લટકેલી કે ઝૂલતી ના રહેવી જોઈએ. એવુ માનવામાં આવે છે કે, આમ, કરવાથી વ્યક્તિનુ જીવન પણ ફોટાની જેમ એકદમ લટકતુ અને ઝૂલતુ રહી જાય છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂર્વજોની ફોટોસને હંમેશા ઘરના ઉત્તરી ભાગના રૂમમા જ લગાવવી જોઇએ. જો એવુ શક્ય ના હોય તો ઘરમા પૂર્વજોની ફોટો ઉત્તરી દિવાલ પર લગાવવી જોઇએ, જેથી તેમની દ્રષ્ટિ હંમેશા દક્ષિણ તરફ રહે. આમ, કરવાથી ઘરમા અકાળ મૃત્યુ અને સંકટ સામે રક્ષણ મેળવી શકાય છે.

માટે જો તમે તમારા જીવનમા જો કોઈ સંકટ કે મુશ્કેલી ઈચ્છતા નથી તો વાસ્તુશાસ્ત્રમા દર્શાવેલી આ બાબતોને તમારા જીવનમા પ્રથમ પ્રાધાન્ય આપો. જો તમે આમ કરશો તો તમારા જીવનની તમામ મુશ્કેલીઓ તો દૂર થશે પરંતુ, તે સિવાય તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરપૂર બની જશે.