જાણો વિક્ટોરિયા પાર્ક વિષે ! ભાવનગર શહેરની વચ્ચો વચ્ચ વિક્ટોરિયા પાર્ક જંગલ આવે છે..

2248

ભાવનગર શહેરની વચ્ચે વિક્ટોરિયા પાર્ક જંગલ આવે છે, વિક્ટોરિયા પાર્ક જંગલ વિકસાવવા માટે ભાવનગરના મહારાજાશ્રીને શ્રેય આપવો પડે.

ભાવનગરના મહારાજા શ્રી તખ્તસિંહના સમયમાં 1888માં તેમની ઈચ્છા મુજબ ઇજનેર પ્રોક્ટર સીમ્સ વડે ત્રિકોણઆકારમાં જંગલી રચના કરાવેલ, અને જંગલનું નામ બ્રિટનના રાણી વિક્ટોરિયાના નામ ઉપરથી વિક્ટોરિયા પાર્ક રાખેલ.

આ ત્રિકોણાકાર વિક્ટોરિયા પાર્ક 202 હેક્ટરમાં એટલે કે ૫૦૦ એકર જમીનમાં ફેલાયેલ છે, આજુબાજુમાં ગૌરીશંકર તળાવ (બોરતળાવ) બનાવ્યું છે જેનું પાણી વિક્ટોરિયા પાર્કમાં કૃષ્ણકુંજ તાળાવમાં આવે તેવું આયોજન કરેલ..

વિક્ટોરિયા પાર્કમાં પ્રવેશ માટે ત્રણ દ્વાર છે, વિક્ટોરિયા પાર્કમાં શિયાળ, નોળિયા, સાહુળી, સસલા, નીલગાય, ઝરખ, શેળો, ઉંદર, નાગ, ખિસકોલી વગેરે પ્રાણીઓ જોવા મળે છે ત્યાં હિંસક પ્રાણીઓ જોવા મળતા નથી..

વિક્ટોરિયા પાર્ક મોર તેમજ અન્ય વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે સ્થળાંતર કરનારા પક્ષીઓ પણ ચોક્કસ સમયગાળામાં જોવા મળે છે.

હાલ સવાર સાંજ વોકિંગ તેમજ જોગીંગ માટે માટે ભાવનગર લોકો વિક્ટોરીયા પાર્કની મુલાકાત લે છે..

વનસ્પતિ પ્રેમીઓ તેમજ પક્ષીવિદો અને પ્રકૃતિકવિદો પણ અવારનવાર મુલાકાત લેતા હોય છે.

વિક્ટોરિયા પાર્કમાં અંદાજે ૫૦૦થી વધુ વનસ્પતિઓની જાતિઓ નોંધવામાં આવેલ છે. આનાથી વિશેષ આપની પાસે માહિતી હોય તો અમને મોકલી આપશો..

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલોવ કરી શકો છો.

Search :- apnubhavnagar

Instagram:-https://instagram.com/apnubhavnagar

Facebook:-https://fb.com/apnubhavnagar