શું તમારે અમદાવાદથી વાયા રોડ થાઈલેન્ડ જવું છે? તો આ રહ્યો રસ્તો ! એકવાર મુસાફરી કરશો તો જિંદગીભર યાદ રહેશે!

1965

અમદાવાદથી થાઈલેન્ડ બાય રોડ કેવી રીતે જશો, એકવાર કરો આ અનુભવ પછી તમે જીંદગીભર ભૂલી નહિ શકો..

થાઈલેન્ડ જવા માટે હવે મોંઘીદાટ ફ્લાઈટ લેવાની જરૂર નથી. જો તમને ડ્રાઈવ કરવાનો શોખ હોય તો તમે રોડ ટ્રિપથી પણ થાઈલેન્ડ જઈ શકો છો. મ્યાનમાર થઈને થાઈલેન્ડ લઈ જતા એશિયન હાઈવે નંબર 1 થઈને તમે ઈન્ડિયાથી થાઈલેન્ડ પહોંચી શકો છો. ઉલ્લેખનીય છે કે બેંગકોક ભારતીય પ્રવાસીઓનું ફેવરિટ વિદેશી પ્રવાસ સ્થળ છે. હવે તમે સુપર હાઈવે પર થઈને પણ થાઈલેન્ડ જઈ શકો છો.

કેટલું અંતર છે?

સુપરફાસ્ટ હાઈવેથી જોડાયેલા છે ઈન્ડિયા અને થાઈલેન્ડ, ડ્રાઈવિંગનો શોખ હોય તો રોડ ટ્રિપ પ્લાન કરો.. અમદાવાદથી થાઈલેન્ડ વચ્ચે NH27થી 4944 કિ.મીનું અંતર છે. આ અંતર કાપતા તમને લગભગ પાંચેક દિવસનો સમય લાગશે પરંતુ આ રોડ ટ્રિપ તમને આજીવન યાદ રહી જશે.

દિલ્હીથી થાઈલેન્ડ પહોંચવામાં ત્રણેક દિવસનો સમય લાગી જાય છે. થાઈલેન્ડ જવા માટે ફ્લાઈટ લેવા કરતા રોડ ટ્રિપ વધુ સારો ઓપ્શન એટલા માટે છે કારણ કે તમને રસ્તામાં નોર્થ-ઈસ્ટના સુંદર પહાડો અને બેગાન અને યેનગોન પાસે અદભૂત પગોડા જોવા મળશે. આ અનુભવ તમે જીવનભર ભૂલી નહિ શકો.

તમારી આ જર્નીની એકેએક મિનિટ યાદગાર બની જશે. એશિયન હાઈવેનું બંધારણ 2012માં શરૂ થયું હતું અને તેમાં થાઈલેન્ડની સરકારે ટેકો આપ્યો હતો. મ્યાનવાડી-થિનગ્ગન ન્યેનોંગ કોકરિક સેક્શન 25.6 કિ.મી લાંબો છે. આ કારણે ત્રણ કલાકની જર્ની ઘટીને માત્ર 45 મિનિટની થઈ ગઈ છે. આ સુપર હાઈવે મણિપુરને થાઈલેન્ડના મેસોટ સાથે મ્યાનમારના તામુ, મંડાલય અને મ્યાવાડી મારફતે જોડે છે.

આટલા દસ્તાવેજ હોવા જરૂરીઃ
રોડ ટ્રિપ કરવાની ઈચ્છા હોય તો તમારી પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે.▪ વેલિડ પાસપોર્ટ
▪ વિઝા એપ્લિકેશન ફોર્મ
▪ બે લેટેસ્ટ કલર ફોટોગ્રાફ્સ (35 mm X 45mm). ફોટોઝ વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં પડાવેલા હોવા જોઈએ અને ત્રણ મહિનાથી જૂના ન હોવા જોઈએ.
▪ ક્રેડિટ કાર્ડની ઝેરોક્સ અને ક્રેડિટ કાર્ડનું છેલ્લા છ મહિનાનું સ્ટેટમેન્ટ.
▪ બેન્કના સીલ સાથે છેલ્લા છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
▪ વ્યક્તિ દીઠ મિનિમમ બેલેન્સ 20,000 હોવું જોઈએ
▪ કમસેકમ 500 USD ની ઓરિજિનલ કરન્સી એક્સચેન્જ સ્લિપ હોવી જોઈએ. તેના પર એપ્લિકન્ટનું નામ લખેલુ હોવું જોઈએ.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..