લગ્ન કરતા પહેલા કુંડળી નહિ પણ થેલેસીમિયાનો બ્લડનો રિપોર્ટ કરાવો.

1272

લગ્ન કરતા પહેલા કુંડળી નહિ પણ થેલેસીમિયાનો બ્લડનો રિપોર્ટ કરાવો.

અનેક જીન્દગીઓ હોમાઈ રહી છે, માત્ર આળસ અને અજ્ઞાનતાના કારણે હોસ્પિટલો બ્લડબેન્કોમાં લોહી લઈને બાળકને ચડાવતા જોઈએ તો કાળજા કંપી જાય અને પરિવાર બાળકના ખર્ચ અને સારવારમાં ખુવાર થઈ જાય અંદરથી થાય કંઈક તો કરવું જોઈએ..

તો લગ્ન કરતા પહેલા કુંડળી સાથે થેલેસીમિયા રિપોર્ટ મેળવો અને થેલેસીમિયા રોગ મુક્ત સમાજ માટે આગળ આવો..

ફક્ત જીવનમાં એક જ વાર થેલેસીમિયા ટેસ્ટ કરાવવાનો રહે છે. રેડક્રોસ ખુબ જ રાહતદરે આ ટેસ્ટ કરી આપે છે. રેડક્રોસ રાજ્ય શખા અમદાવાદમાં આધુનિક લેબ છે જે NABL માન્ય લેબ છે જ્યાં 3 થી વધુ પેથોલોજિસ્ટ અને ટેકનિશિયનની ટિમ કાર્ય કરી રહી છે.

આપ અભ્યાસ કરતા હોય તો આ ટેસ્ટ રેડક્રોસ માત્ર 150 રૂ. માં કરી આપે છે બાકીના માટે રૂ.250 થાય છે આ રિપોર્ટ hpcl પદ્ધતિથી થાય છે જે ખાનગી લેબોરેટરીમાં થોડા મોંઘા થાય છે. રેડક્રોસ સગર્ભા બહેનોને આ રિપોર્ટ તદ્દન મફત કરી આપે છે જેથી બાળક જન્મના છેલ્લા તબક્કામાં પણ આ રોગ અટકાવી શકાય.

તો આજે જ થેલેસીમિયા ટેસ્ટ કરવો..

– 10 થી વધુ વ્યક્તિ હોય તેમજ શાળા, કોલેજો, અને સંસ્થાઓ અને ધાર્મિક ઉત્સવોમાં રેડક્રોસને જાણ કરો ટેક્નીશિયન આપને ત્યાં આવી કેમ્પ કરી રિપોર્ટ કરાવી આપશે…

સંપર્ક-
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,
દિવનપરા રોડ, ભાવનગર
મો. – 9429406202
લેબ સમય સવારે 10 થી સાંજે 8.30