ગુજરાત રાજ્યના માન.ગવર્નરશ્રીના હસ્તે ભાવનગરની આ મેડિકલમાં અભ્યાસ કરતી દીકરી કુલ ૮ મેડલ મેળવ્યા, અનોખો વિક્રમ સર્જ્યો….

464

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો તા.૨૩ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ યોજાયેલ પદવીદાન સમારોહમાં ગુજરાત રાજ્યના માન. ગવર્નરશ્રીના હસ્તે ભાવનગરની દીકરી કુલ ૮ મેડલ મેળવ્યા છે, જે અને અનોખો વિક્રમ સર્જાયો.

યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સેજલ એમબીબીએસમાં ૬ ગોલ્ડ મેડલ મળ્યા , સેજલ હાલ ભાવનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહી છે,

મહુવાની વિદ્યાર્થીની સેજલ ચૌહાણએ આ કહેવતને સિદ્ધ કરી છે..

કે માનવીની ઇચ્છાશક્તિ હોય તો તેને હિમાલય પણ નડતો નથી, તે મહુવાના સૌરાષ્ટ્ર સમાચાર વિનોદભાઈની દીકરી છે..

અને ધોરણ-10 અને ધોરણ-12માં ઉચ્ચ ક્રમાંક મેળવ્યા બાદ ભાવનગર મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે, અને તેમાં એક નહિ, બે નહીં, પણ તેને નવ – નવ મેડલ અને સિલ્વર મેડલ મેળવી વિક્રમ સર્જયો છે, 

જેમાં ૬ તો ગોલ્ડ મેડલ છે, જે ભાવનગર મેડિકલ કોલેજ માટે અને સમાજ માટે પણ ગર્વ લેવા જેવી વાત છે. હાલમાં તેઓ એમડી કરી રહ્યા છે, તેઓ આગળ અભ્યાસ કરી ઉચ્ચ ડીગ્રી મેળવે તેવી આપણું ભાવનગર શુભેચ્છાઓ પાઠવે છે.

ગુજરાત રાજ્યના માન.ગવર્નરશ્રીના હસ્તે ભાવનગરની આ મેડિકલમાં અભ્યાસ કરતી દીકરી કુલ ૮ મેડલ મેળવ્યા, અનોખો વિક્રમ સર્જાશે..