હસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા

1998

સૌથી નાની વયના પોલીસ અધિકારી હસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા..
રાજ્યમાં સૌથી નાની ઉંમરના હસન સફિનને ડીવાયએસપી તરીકે ભાવનગર સીટી ખાતે બદલી,

માતાએ પારકા કામ કરીને પુત્રને આઇપીએસ અધિકારી બનાવ્યાં, હસન સફિન સોશ્યલ મીડિયામાં ખૂબ છવાયેલા છે..

ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીઓ કે જેમણે પોતાનો પ્રોબેશન પિરિયડ પુરો થતા એસપી તરીકે બઢતી સાથે બદલી આપવામાં આવી છે.

ગુજરાતમાંપોસ્ટિંગ આપવામાં આવ્યા છે સાથે જ કેટલીક બદલીઓના પણ ગુજરાત સરકાર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા છે.

તે પૈકીના એક પ્રોબેશન આઇ.પી.એસ. અધિકારીને ભાવનગર ખાતે મુકાયા છે જે પ્રોબેશનલ આઇ.પી.એસ. અધિકારીનો સંઘર્ષ પણ રસપ્રદ છે.

માતાએ હીરાના કારખાનામાં તેમજ હોટલમાં રસોઈ કામ કરીને તેમજ પિતાએ ઈલેક્ટ્રીશ્યનનું કામ કરી પુત્રને આઇ.પી.એસ બનાવ્યાં છે.

દેશમાં સૌથી નાની વયે આઈપીએસ અધિકારીનું પદ મેળવનાર સફીન હસનને કેરિયરનું સૌથી પહેલું પોસ્ટીંગ જામનગરમાં મળ્યું હતું..

જેઓને હવે ભાવનગર ખાતે મુકાયા છે ગુજરાતી યુવક ગુજરાત કેડરમાં સૌથી યંગ આઈપીએસ હોય તો તે સફીન હસન છે.


સફીન હસને બનાસકાંઠાના કાણોદર ગામના રહેવાસી છે. તેમણે પોતાના ગામમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે.


જે પછી તેઓ બી ટેક કરવા માટે સુરત ગયા હતા અને તેમણે જીપીએસસી અને યુપીએસસી પરીક્ષા આપી હતી. જેમાં તેઓ ક્લાસ વન અધિકારી તરીકે ઉતીર્ણ થયા હતા.


જેઓનું પ્રથમ પોસ્ટિંગ જામનગર ખાતે થયું હતું જ્યાંથી જેઓને ભાવનગરના સીટી ડીવાયએસપી મનીષ ઠાકરની જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે..

ઉલ્લેખનીય છે હસન સફિન સોશ્યલ મીડિયામાં ખૂબ છવાયેલા છે