પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા અદ્રશ્ય ગણપતીની સ્થાપના, ગણેશજીના દર્શન ચશ્માંની મદદથી થાય છે.

730

ભાવનગરમાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા આ વખતે પણ વિશીષ્ટ એવા અદ્રશ્ય ગણપતીની સ્થાપના કરવામાં આવી છે, આ ગણપતિને નરી આંખે જોઈ શકાતા નથી પરંતુ તેમના વિશીષ્ટ ચમત્કારિક ચશ્માં દ્વારા જ નિહાળી શકાય છે, આ ગણપતિના દર્શન માટે મોટી સંખ્યમાં ઉમટી રહ્યા છે અને અદ્રશ્ય ગણપતિના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે.

સમગ્ર ભાવેણા દુંદાળા દેવાના રંગે રંગાઈ ગયું છે, ભારે ઉત્સાહ, ભક્તિભાવ સાથે ગજાનન ગણેશની સ્થાપન કરી આરાધના કરી રહ્યા છે, ભાવનગરમાં ઠેર ઠેર ગલીઓ, મહોલ્લામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ભાવનગરની સામાજિક સંસ્થા પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ગરીબ બાળકો માટે વિશીષ્ટ પ્રકારના ગણપતીની સ્થાપના કરવામાં આવે છે, ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ સિંધી હાઈસ્કુલ ખાતે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા આ વખતે અદ્રશ્ય ગણપતીની સ્થાપના કરવામાં આવી છે, આ અદ્રશ્ય ગણપતિને નરી આંખે જોઈ શકતા નથી પરંતુ તેના દર્શન કરવા માટે વિશીષ્ટ પ્રકાર ચશ્માં નો ઉપયોગ કરવો પડે છે, આપણી પાસે રહેલ ચશ્માં દ્વારા પણ તે જોઈ શકતા નથી, માત્ર ત્યાં રાખવામાં આવેલ ચશ્માં દ્વારા જ ગણપતિના દર્શન કરી શકાય છે.

આ ગણપતિના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધ્ળુઓ આવી રહ્યા છે, અને આ અદ્રશ્ય અને અદભુત ગણપતિના દર્શન કરીને રોમાંચિત અનુભવ કરી રહ્યા છે, આસ્થા સાથે સેવાકીય હેતુ માટે આ ગણેશજીનું સ્થાપન પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે, તેમજ સાથે સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે આપણું ભાવનગર ગ્રુપને રાખવામાં આવ્યું છે,

અત્રે ઉલેખનીય છે કે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા દરરોજ ૨૦૦ કરતા વધુ ગરીબ વૃધ્ધોને પાર્સલ સેવા કરવામાં આવે છે, આ ઉપરાંત ખીચડી રથ દ્વારા રોજના ૭૦૦ કરતા વધુ ગરીબ બાળકોને ભોજન આપવામાં આવે છે.