સત્ય સાઈ સેવા સમિતિ ભાવનગરના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગેમ રમવામાં આવેલ અને બલેંકેટની સેવા કરવામાં આવેલ.

774

ઓમ શ્રી સાઈ રામ..

સત્ય સાઈ સેવા સમિતિ ભાવનગર દ્વારા આજે ૨૫/૧૨/૨૦૧૯(બુધવાર) ના રોજ આંબાવાડી સમિતિના બાળવિકાસના બાળકો દ્વારા

ક્રિસમસના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ક્રિસમસ વિશે સ્પીચ આપવામાં આવેલ અને ગેમ રમવામાં આવેલ.

બાળકો દ્વારા ભગવાન શ્રી સત્ય સાઈ બાબાના ભજન કરવામાં આવેલ. સાથે કેક કટિંગ કરવામાં આવેલ અને બાળકો દ્વારા ભગવાન શ્રી સત્ય સાઈ બાબાની આરતી કરવામાં આવેલ..

બાળવિકાસના બધા બાળકોને ભગવાન શ્રી સત્ય સાઈ બાબા તરફથી ક્રિસમસની ગિફ્ટ આપવામાં આવેલ.

આજના ક્રિસમસ ડે નિમિત્તે બાળવિકાસ ના બાળકો દ્વારા અને સત્ય સાઈ સેવા સમિતિ ભાવનગર જિલ્લાની મહિલા યુથો દ્વારા ભાવનગરની મહાત્મા ગાંધી કોલોની (લેપરેસલ) બંને કોલોનીમાં બલેંકેટની સેવા કરવામાં આવેલ.

ઓમ શ્રી સાઈ રામ, સત્ય સાઈ સેવા સમિતિ, ભાવનગર.