મહાનગરપાલિકાની સાધારણ સભામાં કવિ ત્રાપજકર અને ગુરુજી તખ્તસિંહજી માર્ગના નામકરણને મંજૂરી

525

કવિ ત્રાપજકર અને ગુરુ તખ્તસિંહજી માર્ગ નામકરણ થશે..

મહાનગરપાલિકાની સાધારણ સભામાં મંજૂરી અપાઈ

દુઃખીશ્યામ બાપા સર્કલ અને વળીયા કોલેજ વિસ્તારમાં બંનેનું સન્માન..

મહાનગરપાલિકાની સાધારણ સભામાં કવિ ત્રાપજકર અને ગુરુજી તખ્તસિંહજી પરમાર માર્ગના નામકરણને મંજૂરી આપવામાં આવી છે.

દુઃખીશ્યામબાપા સર્કલથી લીલાસર્કલ સુધીના રસ્તે અને વળીયા કોલેજથી ચિતરંજન ચોક સુધીના રસ્તા ઉપર બંનેને સન્માન આપવામાં આવશે.

ભાવનગર જિલ્લાના બંને ગૌરવપ્રદ સાહિત્યકારો ઉપરાંત જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી માર્ગ અને ભગવાન પરશુરામ પાર્ક માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

ઘોઘા રોડ વૃદ્ધાશ્રમથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી રામાનંદાચાર્યજી માર્ગ અને સુભાષનગર વિસ્તારના પાર્કનું નામ ભગવાન પરશુરામ નક્કી કરવામાં આવ્યું છે…

ઠરાવ વાંચવા માટે અહિ ક્લિક કરો