ભાવેણાનો શૂટર હર્ષરાજસિંહ ગોહિલ જર્મની ખાતે રમનાર વલ્ડકપમાં ભારતની ટીમમાં ભાગ લેશે..

2102

ભાવનગરના શૂટર હર્ષરાજસિંહ ગોહિલ જર્મની ખાતે રમનાર વલ્ડકપમાં ભારતની ટીમમાં ભાગ લેશે.

અલગ અલગ રમાયેલી નેશનલ ટુર્નામેન્ટમાં ભાવનગર ગન કલબના પ્લેયરનો એરરાઈફલમાં ઝળહળતો દેખાવ બાદ હવે ભવનગરના હર્ષરાજસિંહ ગોહિલની વર્લ્ડકપમાં ભારતની ટીમમાં પસંદગી થઇ છે.ભાવનગર માટે ખુબ આનંદની વાત એ છે કે ગુજરાત રાજ્યમાંથી સૌપ્રથમવાર કોઈ શૂટરને ઈન્ડિયા ટીમમાં સ્થાન મળ્યું છે. અને તેમાં ભાવનગરના હર્ષરાજસિંહની પસંદગી થઇ છે. યુથ કેટેગરીમાં ભાવનગર ગન કલબના મેમ્બર હર્ષરાજે નેશનલ ટુર્નામેન્ટમાં એર રાઈફલ અને સ્પોર્ટ્સ રાઈફલ દ્વારા ઝળહળતો દેખાવ કરતાં તેની પસંદગી થઈ છે.ભાવનગરે ઘણા રામતવીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આપ્યા છે બાસ્કેટબોલ ક્રિકેટ ટેનિસટેબલ શૂટિંગ ક્લચર કલાકરો વગેરે આ તમામે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે.રાઈફલ-પિસ્ટલશુટિંગમાં રાજ્યસ્તરે તો ભાવનગરના શુટર્સ ડંકો વગાડી રહ્યાં છે. પણ હવે શૂટિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા જઇ રહ્યા છે.ભાવનગરમાંથી રીતે સારામાં સારા શુટર્સ આપવાનો હેતુ છે. તેમને કોચ ઋતુરાજ કંબોયા દ્વારા તાલીમ આપવામાં આવે છે. જેઓ રાઈફલ-પિસ્ટલ શુટિંગમાં નિષ્ણાંત છે.ભાવનગરના હર્ષરાજ ગોહિલે એકલાએ અલગ-અલગ કેટેગરીમાં ઘણા ગોલ્ડ મેળવ્યા છે..