ધારીના મોરઝર ગામમાં ગત મોડી રાત્રે સિંહનુ ટોળું ઘૂસી આવ્યું…

260

ધારીમા મોરઝર ગામમાં ગત મોડી રાત્રે સિંહનુ ટોળું ઘૂસી આવ્યું, રસ્તે રઝળતા પશુઓ વરસાદને કારણે ગામના બસસ્ટેન્ડમાં બેઠા હતા.


પશુઓને જોઈને સાવજોનું ટોળું તેમના પર ત્રાટક્યું હતું. પરંતુ એક પશુ ભાગી ન શકતા સાવજોએ તેનો શિકાર કરી મિજબાની માણી હતી.


આ દ્રશ્યો કારચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કર્યો છે. વીડિયોમાં 5થી 6 સાવજો જોવા મળી રહ્યા છે.


તેમાંથી કેટલાક સાવજો રસ્તા પર પણ ટહેલતા જોવા મળી રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થયો છે.

વિસાવદરના પીરવાડ ગામે 5થી 7 વર્ષના માદા દીપડાનું કૂવામાં ખાબકતા મોત નીપજ્યું હતું. ગામમાં રહેતા કાંતિભાઈ ગોંડલિયાની વાડીમાં કૂવામાં દીપડી ખાબકી હતી.

View this post on Instagram

ધારીના મોરઝર ગામમાં ગત મોડી રાત્રે સિંહનુ ટોળું ઘૂસી આવ્યું હતું. રસ્તે રઝળતા પશુઓ વરસાદને કારણે ગામના બસસ્ટેન્ડમાં બેઠા હતા. પશુઓને જોઈને સાવજોનું ટોળું તેમના પર ત્રાટક્યું હતું. પરંતુ એક પશુ ભાગી ન શકતા સાવજોએ તેનો શિકાર કરી મિજબાની માણી હતી. આ દ્રશ્યો કારચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કર્યો છે. વીડિયોમાં 5થી 6 સાવજો જોવા મળી રહ્યા છે. તેમાંથી કેટલાક સાવજો રસ્તા પર પણ ટહેલતા જોવા મળી રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થયો છે. વિસાવદરના પીરવાડ ગામે 5થી 7 વર્ષના માદા દીપડાનું કૂવામાં ખાબકતા મોત નીપજ્યું હતું. ગામમાં રહેતા કાંતિભાઈ ગોંડલિયાની વાડીમાં કૂવામાં દીપડી ખાબકી હતી. કૂવામાંથી બહાર ન નીકળી શકતા દીપડીનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ વન વિભાગને થતા ટીમ દોડી આવી હતી અને દીપડીના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in) on

કૂવામાંથી બહાર ન નીકળી શકતા દીપડીનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ વન વિભાગને થતા ટીમ દોડી આવી હતી

અન દીપડીના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.