ભાવસિંહજીએ બંધાવેલ ભાવનાથ મંદિર 300 વર્ષ જૂનો થશે…

1458

ભાવસિંહજીએ બંધાવેલ ભાવનાથ મંદિર 300 વર્ષ જૂનો થશે..

 

ઇ.સ- ૧૭૨૩માં ભાવનગરની સ્થાપના થઈ, અને તે જ વર્ષમાં ભાવનગર વસાવનાર મહારાજા ભાવસિંહજી એક શીવ મંદિર બંધાવ્યું, અને તેનું નામ આપ્યું “ભાવનાથ” શિલ્પકામની દ્રષ્ટિએ વિશેષ નહીં અને મંદિર નાનું આવેલું છે માળીના ટેકરે શાક માર્કેટ પાસે આવેલ આ “ભાવનાથ” મંદિરમાં ત્રણ શિવલિંગ છે, જેમાં એક શિવજીના મુખ સાથે છે, આ ઉપરાંત અહીં, ગણેશ, પાર્વતીજી તથા અન્ય પ્રતિમાઓ પણ છે ત્યાં ૨૯૬ વર્ષ જૂની પુરાણી છે આ પછી અહીં નવી પ્રતિમાઓ પણ મુકાય છે, પરંતુ આ મૂર્તિઓ જોતા જ અલગ તરી આવે છે રાજ્ય સરકારે આરક્ષિત સ્મારક ગણાવેલ ભાવનાથ મંદિર તખ્તેશ્વર કે જશોનાથ મંદિર જેટલું ભવ્ય અને આકર્ષક નથી, પરંતુ હેરિટેજ મૂલ્ય તેથી વિશેષ છે, અને ૨૯૬ વર્ષથી અહીં દિવ્ય ઉર્જા સાચવેલી છે,