આંતર યુનિવર્સિટી વેસ્ટઝોન ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરની ટીમને ગોલ્ડ મેડલ મળ્યો

0
186
bhavnagar-university

ઓલ ઇન્ડીયા આંતર યુનિવર્સિટી ટેબલ ટેનિસ સ્પર્ધા માટે ભાવનગર યુનિવર્સિટીની ભાઈઓની ટીમ બે દિવસ પૂર્વે કવોલીફાઈ થઈ ગઈ હતી. ઈન્દ્રોર ખાતે આંતર યુનિવર્સિટી વેસ્ટઝોન ટેબલ ટેનિસ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ભાવનગર યુનિવર્સિટીના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વેસ્ટઝોનમાં ભાવનગરની ટીમે ડંકો વગાડી દીધો હતો.

ઈન્દ્રોર ખાતે તાજેતરમાં આંતર યુનિવર્સિટી વેસ્ટઝોન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ભાવનગર યુનિવર્સિટીની ટીમના કેપ્ટન કૌશલ ભટ્ટ, પરાગ ચાંદલીયા, કરણપાલ જાડેજા, શીવરાજસિંહ ઝાલા, અજ્ઞાન રાજ્યગુરૂ વગેરે ખેલાડીઓએ સુંદર દેખાવ કર્યો હતો. બે દિવસ પૂર્વે ભાવનગરની ટીમે કવોલીફાઈ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.
ચાર ટીમ પહોંચી ક્વોલીફાઈ રાઉન્ડમાં..

ભાવનગર યુનિવર્સિટી સહિતની ચાર ટીમ કવોલીફાઈ રાઉન્ડમાં પહોંચી હતી, જેમાં ભાવનગર યુનિવર્સિટીની ટીમના ખેલાડીઓએ સુંદર રમત રમી ભોપાલની ટીમ સામે 3-2, બીકાનેર સામે 3-0 અને આજે શનિવારે પુના સામે 3-2ના સ્કોરથી વિજય મેળવી ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. આ સ્પર્ધામાં ભાવનગરની ટીમમાંથી રમતા કૌશલ ભટ્ટે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને આ ખેલાડી આ સ્પર્ધાની એક પણ મેચ હાર્યો ન હતો. આ ઉપરાંત અન્ય ખેલાડીઓએ પણ સરસ પ્રદર્શન કર્યુ હતું.Table Tennis

આંતર યુનિવર્સિટી વેસ્ટઝોન ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટીના ખેલાડીઓએ આક્રમક રમત રમી હતી અને ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મળી હતી તેથી ભાવનગર યુનિવર્સિટીના ખેલાડી, સ્ટાફ વગેરેએ ખેલાડીઓએ બિરદાવ્યા હતાં. ગોલ્ડ મેડલ મળતા ભાવનગર યુનિવર્સિટીમાં આનંદની લાગણી ફરી વળી છે.ઓલ ઈન્ડીયા આંતર યુનિ. ટેબલ ટેનિસ સ્પર્ધા માટે પસંદગી..Table Tennis

આંતર યુનિવર્સિટી વેસ્ટઝોન ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટીના ખેલાડીઓએ સુંદર દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે. ભાવનગર યુનિવર્સિટીની ટીમ આગામી દિવસોમાં ઓલ ઈન્ડીયા આંતર યુનિવર્સિટી ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડીઓ કેવુ પ્રદર્શન કરે છે? તેના પર સૌની નજર રહેશે. Source:- GSTV

: નમસ્કાર મિત્રો :
તમે આ લેખ “આપણું ભાવનગર”ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખને તમારા ફેસબુક કે વ્હૉટ્સપમાં વધુમાં વધુ શેર કરશો. બસ આવું જ કઈંક વાંચવા અને જીવન જરૂરિયાત તેમજ અન્ય વિશેષ મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “આપણું ભાવનગર” ફેસબુક પેજને લાઇક કરો, અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો, આભાર. “ આપણું ભાવનગર” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો, ............................................................ ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે ............................................... Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of Apnu Bhavnagar. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.