ભાવનગરનાં આ છે ! ટોપ -3, Street Food જે તમને મોઢામાં પાણી લાવી દેશે…

3665

ભાવનગર એટલે 20 રુપિયામા પણ માણસ ભર પેટ નાસ્તો કરી શકે તેવું ગુજરાતનુ એક માત્ર શહેર. જેમ ભાવનગરની માણસાઈ અને દયાની ભાવના વખણાય છે એમ ભાવનગરના Street Food પણ એટલા જ સ્વાદિષ્ટ છે. ભાવનગરના દરેક રોડ પર અલગ અલગ પ્રકારના નાસ્તા વાળા ઉભેલાં જોવા મળે જયા લોકો નાસ્તો કરવાં જમાવડો કરે છે.

સામાન્ય રીતે ભાવનગર ગાંઠીયા માટે પણ જાણીતુ છે પરંતુ ગાંઠીયાની સાથે સાથે અનેક street food ભાવનગરમા સારા એવા મળે છે તો ચાલો જોઈએ ભાવનગર ના ટોપ 3 street food.

1 – ગાઠીયા-

ભાવનગરના ગાંઠીયા દેશ વિદેશમાં વખણાય છે લોકો સવારમા ગાંઠીયા લેવા લાઈનમા ઉભા રહે છે અને ભાવનગરના અલગ અલગ રોડ પર ગાંઠીયાઓની લારી અને ઘણી ફેમસ દુકાનો પણ જોવા મળે જેમાં ખાસ કરીને રુપમ ચોકના ગાંઠીયા ઘણા ફેમસ છે.

2 – ભુંગળા બટેટા..

ભાવનગરમા ગાંઠીયા પછી કોઈ નંબર આવતો હોય તો એ ભુંગળા બટેટાનો છે, ભાવનગરમા ઘણા રોડ જેમકે વાઘાવાડી, ઘોઘા સર્કલ, હલુરિયા ચોક વિગેરે પર ભુંગળા બટેટાની લારીઓ જોવા મળે છે. તેમાં પણ ખાસ કરીને નવાપરામા મળતા ભુંગળા બટેટા સ્વાદિષ્ટ, તીખા ફેમસ છે.

3 – દાળપુરી..

ભાવનગરના ત્રીજા નંબરે જો આવતુ હોય street food તો એ છે દાળ પુરી, ભાવનગરમા ઘોઘા સર્કલ અને તળાવમા મળતી દાળપુરી ખુબ સ્વાદિષ્ટ છે, અને ફેમસ છે, ભાવનગરમા દાળપુરીની લારીઓ મોડી રાત સુધી અને વહેલી સવારે પણ શરુ હોય છે અને ભાવનગરની સ્વાદ પ્રિય જનતા આનો લાભ લે છે.

મિત્રો જો તમે ભાવનગરના નથી અને ભાવનગર આવો છો તો આ ત્રણ street foodનો લહાવો જરુર લેજો અને અમારો આર્ટીકલ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સ મા જરુર જણાવજો અને જો સારો લાગ્યો હોય તો શેર કરજો….આભાર…

ભાવનગરના વિડિઓ જોવા માટે અમારી યુટ્યૂબ ચેનલને સબ્સક્રાઇબ કરો–

Search Our Channel on Youtube—

Apnu Bhavnagar