નમસ્તે ટ્રમ્પ: ભાવેણાંના કલાકારો આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બન્યા..

681

નમસ્તે ટ્રમ્પ: કલાનગરી ભાવનગરના કલાકારોએ રજૂ કર્યો ગોહીલવાડી મિશ્ર રાસ..

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ગુજરાતના મહેમાન બન્યા હતા. ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.

ટ્રમ્પના સ્વાગતમાં દેશભરના અનેક કલાકારોએ ભારતીય સંસ્કૃતિ અને કલા રજૂ કરી હતી ત્યારે કલાનગરી ભાવનગરના કલાકારો પણ આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.

મોદી-ટ્રમ્પના રોડ શોમાં મોટેરા સ્ટેડિયમ પાસે કલાપથ સંસ્થાના કલાકારોએ ગુજરાતી ગરબા, ટીપ્પણી નૃત્ય, આદિવાસી નૃત્ય, ઝાલાવાડી છત્રી રાસ, ફુલ માંડવડી ગરબો અને

ગોહીલવાડી મિશ્ર રાસ ભાવનગર, ગાંધીનગર, ડાંગ અને અમદાવાદના 100 કલાકારો દ્વારા ગુજરાતી કલાનો પરિચય આપ્યો હતો.

જેમાં ભાવનગરના અંદાજે 30 જેટલા કલાકારોએ ગોહીલવાડી મિશ્ર રાસ રજૂ કરી ભાવનગર તેમજ ગુજરાતી કલા સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી જે ભાવનગરીઓ તેમજ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

ભાવનગર કલાક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે નમસ્તે ટ્રમ્પમાં ગુજરાતી કલા સંસ્કૃતિ રજૂ કરવામાં સહભાગી બનનારા કલાકારો ખુબ ઉત્સાહિત જણાતા હતા. જ્યારે આ ગુજરાતી કલાકારોએ વિદેશી મીડિયાનું પણ ધ્યાન ખેંચ્યું હતું. ભાવનગરના આ કલાકારોનું કહેવું છે કે,

આ કાર્યક્રમમાં ગુજરાતી સંસ્કૃતિ રજૂ કરવાનો મોકો મળ્યો તે અમારા માટે તેમજ ભાવનગરની કલાપ્રેમી જનતા માટે ગૌરવની વાત છે