સૌરાષ્ટ્ર ઝોનની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાવનગર સિટીની ટીમની આગેકૂચ

0
195
basket-ball-

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર શહેર સંચાલિત ખેલ મહાકુંભ 2019 અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અંડર-14 ભાઇઓની બાસ્કેટબોલ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં જુદી જુદી જિલ્લાની ટીમે ભાગ લીધો છે. આ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે રસાકસી જામી છે. આવતીકાલે રવિવારે સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે.બાસ્કેટબોલ સ્પર્ધાનુ આયોજન..

ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે તા. 1 અને 3 નવેમ્બર દરમિયાન અન્ડર-14 ખેલ મહાકુંભની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ભાઈઓની બાસ્કેટબોલ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં જિલ્લાકક્ષાની વિજેતા અને પસંદગીની ટીમ ભાગ લઈ રહી છે પરંતુ ભાઈઓના વિભાગમાં માત્ર 15 ટીમ ભાગ લેવા માટે આવી છે, જયારે મોટાભાગના જિલ્લાની ટીમ કોઈ કારણસર ભાગ લેવા આવી ન હોવાનુ જાણવા મળેલ છે.સ્પર્ધા જીતવા ખેલાડીઓનું એડીચોટીનું જોર..basket-ball-

આ સ્પર્ધા જીતવા ખેલાડીઓ એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે તેથી દરેક મેચ જીતવા રસાકસી જામી રહી છે ત્યારે આ સ્પર્ધામાં કંઈ ટીમ વિજય મેળવે છે? તેની રાહ જોવી જ રહી. બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાવનગર સિટીની બંને ટીમે વિજય મેળવી આગેકૂચ જારી રાખી છે. હાલ ભાવનગર સિટીની બંને ટીમ મજબુત છે તેથી વિજય મેળવે તેવી સંભાવના છે. આવતીકાલે રવિવારે બાસ્કેટબોલ સ્પર્ધાની સેમી ફાઈનલ અને ફાઈનલ સ્પર્ધા રમાડવામાં આવશે. આ સ્પર્ધામાં વિજય મેળવનાર બે ટીમ રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માટે આંણદ જશે.Source:- GSTV

: નમસ્કાર મિત્રો :
તમે આ લેખ “આપણું ભાવનગર”ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખને તમારા ફેસબુક કે વ્હૉટ્સપમાં વધુમાં વધુ શેર કરશો. બસ આવું જ કઈંક વાંચવા અને જીવન જરૂરિયાત તેમજ અન્ય વિશેષ મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “આપણું ભાવનગર” ફેસબુક પેજને લાઇક કરો, અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો, આભાર. “ આપણું ભાવનગર” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો, ............................................................ ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે ............................................... Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of Apnu Bhavnagar. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.