બગદાણા સંત શ્રી પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે…

626

બગદાણા સંત શ્રી પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે…

બાપાના સ્વયંસેવકો રસોડા તેમજ ભોજનશાળા, મંદિર દર્શન વિભાગ, પાર્કિંગ, સુરક્ષા, ચા-પાણી, વગેરે જેવા વિભાગોમાં ખડે પગે સેવા બજાવશે..

લાખોની જનમેદની ઉમટશે ગામેગામ અને ગલીએ ગલીએ બાપા સીતારામનો અવાજ ગુંજશે..

સંત શ્રી પૂજ્ય બજરંગદાસબાપાની તપોભૂમિ બગદાણા ગામે આવેલા ગુરૂઆશ્રમ ખાતે આગામી તારીખ 14 -1-2020 ને મંગળવારે બજરંગદાસબાપાની 43મી પુણ્યતિથિ મહોત્સવની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવશે..

પ્રતિવર્ષની જેમ પોષ મહિનાની વદ ચોથના રોજ હજારો ભાવિકો ભક્તજનો હાજરી વચ્ચે પુણ્યતિથી મહોત્સવ ઉજવવામાં આવે છે.

તે મુજબ ચાલુ સાલે પણ ભક્તિ ભાવ ભર્યા માહોલ વચ્ચે આ વર્ષની પુણ્યતિથિ મહોત્સવની ધામધૂમથી ઉજવવાનું ગુરૂઆશ્રમ બગદાણા દ્વારા આયોજન થઈ રહ્યું છે.

આ મહોત્સવની ઉજવણીમાં લાખોની મોટી સંખ્યામાં લોકો જોડાવાના હોય આગોતરા આયોજન સાથે તળામાર તૈયારીઓ ચાલી રહી છે.

જેમાં સવારે 5:00 મંગલા આરતીથી ધાર્મિક કાર્યક્રમનો આરંભ થશે..

ત્યારબાદ ધ્વજાજી પૂજન સવારે 9:15 તેમજ ધ્વજારોહણ સવારે 9:50 થી 10:15 સુધી તથા મહિમા પૂર્ણ ગુરૂ પૂજન સવારે 10:15 થી અડધા કલાક સુધી થશે..