જાણો !! પૂ.બજરંગદાસબાપાની જન્મથી – દેહત્યાગ સુધીની જીવનયાત્રા..

5235

પૂજ્ય બાપાના પૂર્વજોનું મૂળ વતન પૂજ્ય આરતીદાસની ગામ – મેવાસા મેવાડા રાજસ્થાન હતું. તેમનું ગૌત્રકુળ રામાનંદી સાધુ હતા. તેમના માતાનું નામ શિવકુંવરબા તેમજ પિતાનું નામ હીરાદાસજી હતું. પૂજ્ય બાપુનો જન્મ ઈ.સ 1906માં મહારાજ ભાવનગર જિલ્લાના અધેવાડાના ઝાનઝરિયા હનુમાનજીની જગ્યા થયો હતો. પૂજ્ય બાપુનુ બાળપણનું નામ ભક્તિરામ હતુ. તેઓએ લાખણકા ખાતે ધોરણ ૨ સુધીનો અભ્યાસ કર્યો હતો. ધર્મ પ્રત્યે નાનપણથી રુચિ હતી.

10 વર્ષની ઉંમરે 1915માં વલસાડથી નાશિક ખાતેના કુંભમેળામાં પ્રણાય કર્યું હતું, પૂજ્ય બાપાના ગુરુદેવ મહંત પૂજ્ય શ્રી સીતારામ અયોધ્યા ઉત્તર પ્રદેશ ખાતે હતા, ત્યાં ધર્મ દીક્ષાના રોજથી પૂજ્ય બાપુનું નામ કરણ પૂજ્ય બજરંગદાસ બાપુ થયું.

પૂજ્ય બાપુએ ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશની સીમા ઉપર આવેલ બુંદેલખંડ જંગલ વિસ્તાર મંદાકિની નદી તથા ચિત્રકૂટની પર્વતમાળાઓમાં યોગાસનના લીધી હતી. ફક્ત 28 વર્ષની ઉંમરે ત્રિકાળદર્શી સંહજધ્યાન યોગની યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી.

પૂજ્ય બાપા 30માં વર્ષે હિમાલય તરફથી યાત્રાધામો ફરીને માદરે વતન તરફ પરત ફર્યાં હતાં બગદાણા ખાતે આવ્યાં તે પહેલા મુંબઈ કાનન વિસ્તારમાં લક્ષ્મી મંદિર સુરત ખાતે તેમજ ધોલેરા ખાતે 1 વર્ષનું રોકાણ કર્યું હતું. રણજિત હનુમાનની જગ્યા ભાવનગર વાળુકડ બાઇનું તે જગ્યા પર પૂજ્ય બાપુ 5 વર્ષનું રોકાણ કર્યું હતું.

પાલિતાણાના કરમોદર ગામે 5 વર્ષ રોકાયાં હતાં. આશરે ઈ.સ.1941-42માં વર્ષે બગદાણા ધામે પધાર્યા. અને બગદાણાને તપોભૂમી કર્મભૂમી બનાવી, ત્યાં અન્નક્ષેત્ર અને ધર્મલાભથી ભાવિકો ઉમટી પડયાં હતા. તા. 9/1/1977 પોષ વદ ચોથ રવિવાર બ્રહ્મ પ્રહર સવારે 5 કલાકે બગદાણાના આશ્રમની મઢુલીમાં પૂજ્ય બાપુએ નશ્વર દેહત્યાગ કરી દેવ થયા હતા.