નવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે સફળતા..

791

નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને બધા જ લોકો પોતાના નવા વર્ષને ખૂબ જ સારું બનાવવા માટે અલગ-અલગ પ્રકારના ઉપાય કરતા હોય છે. ત્યાં જ્યોતિષશાસ્ત્રના અનુસાર જો ઉપાય કરી પોતાનું નવું વર્ષ ખૂબ જ સફળ સારું અને સુખ-સમૃદ્ધિ થી પરિપૂર્ણ બનાવવા ઇચ્છો છો તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર થોડાક વિશેષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય વર્ષની શરૂઆતના પહેલાં અઠવાડિયામાં કરી લો તો તમારું આખું વર્ષ ખૂબ જ સારું અને કાર્યોમાં સફળતા મળતી રહી છે. તો ચાલો જાણીએ દિવસે અનુસાર કરવાના ઉપાયો વિશે.

સોમવારના દિવસે કરો આ ઉપાય..
પોતાનું નવું વરસ ખૂબ જ સારું બનાવવા માટે સોમવારના દિવસે શિવજીની પૂજા કરો અટકેલા કાર્યોમાં સફળતા મેળવવા માટે શિવલિંગ ઉપર દૂધ અને સફેદ ફૂલ ચઢાવો. આ ઉપાય કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થશે અને ઈચ્છા હોય તેવા આશીર્વાદ પણ મળે છે. તેમના સિવાય કોઈપણ કાર્ય ને કરતા પહેલા ઘરમાં નીકળતા સમયે દૂધ અથવા તો પાણી પીને નીકળવું જોઈએ.

મંગળવારના દિવસે કરો આ ઉપાય..
નવા વર્ષમાં મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને તેમના ચરણોમાં લાલ ફૂલ અથવા તો પાન ચઢાવો. આવું કરવાથી હનુમાનજી ખૂબ જલ્દી પ્રસન્ન થશે. તમે કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા છો તો પોતાના ખીચામાં લાલ રૂમાલ રાખી દો અને આ દિવસે લાલ કપડા પહેરવાથી લાભ થશે.

બુધવારના દિવસે કરો આ ઉપાય..
પોતાનું નવું વર્ષ માં બુધવારના દિવસે આ ઉપાય ને કરીને તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરી શકો છો. બુધવારના દિવસે ગણપતિજી ને ગોળ ધાણાનો ભોગ લગાવો જેનાથી ગણેશ ભગવાન પ્રસન્ન થશે અને ઈચ્છે લુ ફળ પ્રાપ્ત થશે. કોઈપણ શુભ કાર્ય અને કરતા પહેલા તે દિવસે લીલા રંગના કપડા પહેરીને ઘરેથી નીકળવું જોઈએ.

ગુરુવારના દિવસે કરો આ ઉપાય..
ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને આખું વર્ષ આર્શીવાદ મળતું રહે છે. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વિષ્ણુજીની આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરો અને પીળા રંગના કપડા પહેરવા ની સાથે જ ભોજન પણ કરો લાભ મળે છે.

શુક્રવારના દિવસે કરો આ ઉપાય..
શુક્રવારના દિવસે પોતાના કાર્યમાં સફળતા મેળવવા માટે ઘરેથી નીકળતા સમયે દહીં નું સેવન જરૂરથી કરવું અને દેવી લક્ષ્મી જી ને લાલ ફુલ અર્પણ કરો. આ ઉપાય કરવાથી સાથે-સાથે લક્ષ્મીજીની પૂજા વિષ્ણુજી ની સાથે કરો. તમારે ઇચ્છેલું ફળ પ્રાપ્ત થાય છે.

શનિવારે કરો આ ઉપાય..
શનિવારના દિવસે હનુમાનજી મંદિર જઈને ભગવાન હનુમાનજીને લાલ પાન ચડાવો અને સાથે જ લાલ સિંદૂર પણ ચઢાવો તેનાથી હનુમાનજી જલદી પ્રસન્ન થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવારના દિવસે શનિ દેવ ને તેલ ચડાવવાથી વિશેષ લાભ થાય છે.

રવિવારના દિવસે કરો આ ઉપાય..
રવિવારના દિવસે આ ઉપાય કરવાથી ઈચ્છા હોય તેવું પણ મળે છે. સાથે જ બધા જ કાર્યમાં સફળતા મળે છે એટલા માટે રવિવારના દિવસે સૂર્ય ભગવાનને જળ અને ફૂલ ચઢાવો તેની સાથે જ લાલ રંગનો રૂમાલ લઈને ઘરેથી નીકળો કાર્ય પૂર્ણ થશે.