મોદીએ તમારા માટે શું કર્યું?

751

મોદીએ તમારા માટે શું કર્યું? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ છાપરા (Chapra)માં ચૂંટણી રેલીને સંબોધિત કરતા વિરોધ પાર્ટી આરજેડી (RJD) અને કૉંગ્રેસ (Congress) પર જોરદાર નિશાન સાધ્યું, સાથે જ બિહાર એનડી (NDA)એ સરકારના કાર્યકાળમાં થયેલા કાર્યોનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યું કે પહેલા તબક્કાના મતદાનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નીતિશ બાબૂ (Nitish Kumar)ના નેતૃત્વમાં એનડીએની સરકાર ફરી બની રહી છે. આ દરમિયાન પીએમ મોદીએ એક વૃદ્ધ મહિલાના વાયરલ વિડીયોનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં આ મહિલા મોદી સરકારના કાર્યોના વખાણ કરતી જોવા મળી રહી છે. વડાપ્રધાને કહ્યું કે હું આ વિડીયો જોઇને ઘણો પ્રભાવિત થયો.

પ્રશ્ન પૂછનારનો ચહેરો ફિક્કો પડી ગયો

મોદીને કેમ વોટ આપવું?

છપરાની જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, બિહારના ગામની એક વૃદ્ધ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક વ્યક્તિ એ મહિલાને પૂછે છે કે મોદીને કેમ વોટ આપવું? આખરે મોદીએ તમારા માટે શું કર્યું છે? એ ગામની મહિલા, એ માએ તેના પ્રશ્નો એક જ શ્વાસમાં જવાબ આપવાનું શરૂ કરી દીધું. જ્યારે તે જવાબ આપી રહી હતી ત્યારે એ જે પ્રશ્ન પુછનારો હતો, તેનો ચહેરો ફિક્કો પડી ગયો.

વૃદ્ધ મહિલાએ ગણાવી દીધા મોદી સરકારના એક પછી એક કામ

પીએમ મોદીએ કહ્યું કે, એ મહિલાએ સીધેસીધું કહ્યું કે, ‘મોદીએ અમને નળ આપ્યા, પાણીની લાઇન આપી, વીજળી આપી, મોદીએ અમને કોટા આપ્યો, રાશન આપ્યું, પેન્સિલ આપી. મોદીએ અમને ગેસ આપ્યો. તેમને કેમ વોટ ના આપીએ? તો શું તમને આપીએ?’ વડાપ્રધાને કહ્યું કે હું એ વિડીયો જોઇને ઘણો જ પ્રભાવિત થયો. એક રીતે વડાપ્રધાન મોદીએ એ વૃદ્ધ મહિલાના વિડીયોનો ઉલ્લેખ કરતા વિરોધ પક્ષને જોરદાર જવાબ આપવાનો પ્રયત્ન કર્યો.

પીએમ મોદીએ ‘જંગલરાજ’ના દિવસોને લઇ વિપક્ષને ઘેર્યું

પીએમ મોદીએ એનડીએ સરકાર દરમિયાન થયેલા કાર્યોનો ઉલ્લેખ છપરાની ચૂંટણી રેલીમાં કર્યો. સાથે જ વિરોધ પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આજના યુવાને ખુદને પુછવું જોઇએ કે મોટી-મોટી યોજનાઓ જે બિહાર માટે જરૂરી હતી એ વર્ષો સુધી કેમ અટકી રહી? બિહાર પાસે ત્યારે પણ ભરપુર સામર્થ્ય હતુ. સરકારો પાસે પૈસા ત્યારે પણ પુરતા હતા. ફર્ક ત્યારે ફક્ત એટલો હતો કે ત્યારે બિહારમાં જંગલરાજ હતુ. પુલ બનાવવા માટે કોણ કામ કરશે જ્યારે એન્જિનિયર સુરક્ષિત નહીં હોય? કોણ રોડ બનાવશે જ્યારે કૉન્ટ્રાક્ટરનો જીવ 24 કલાક ખતરામાં હોય? કોઈ કંપનીને જો કોઈ કામ મળતુ પણ હતુ, તો એ અહીં કામ શરૂ કરતા પહેલા 100 વાર વિચારતી હતી. આ છે જંગલરાજના દિવસોની હકીકત.

સોર્સ