હવે કેબલ અને વાઈ-ફાઈના અલગ બિલની ઝંઝટમાંથી મુક્તિ

397

હવે કેબલ અને વાઈ-ફાઈના અલગ બિલની ઝંઝટમાંથી મુક્તિ

હવે કેબલ અને વાઈ-ફાઈના અલગ બિલની ઝંઝટમાંથી મુક્તિ. અહીં જાણો તમે કઈ રીતે ‘Smart Set Top Box’ની મદદથી વેબ સીરિઝ અને ટીવી બંનેની એકસાથે માણી શકો છો મજા

પરિવારની ભાવના હજુ જીવંત છે અને એ સારી બાબત પણ છે. જોકે, હાલના દિવસોમાં પરિવારના દરેક સભ્યને અલગ-અલગ કાર્યક્રમો જોવા હોય છે અને તે પણ પોતાની અલગ સ્ક્રીન પર. જ્યારે પરિવારના બધા સભ્યો એક જ રૂમમાં ભેગા હોય ત્યારે તેમાંથી બધા કદાચ ટીવીમાં શું ચાલી રહ્યું છે તે જોતા પણ નથી હોતા. માતા-પિતા ટીવી પર સમાચાર કે સીરિયલો જોતા હોય છે, જ્યારે યંગસ્ટર્સને મોબાઈલ કે લેપટોપ પર તેમના ગમતા શોઝ અને ફિલ્મો જોતા હોય છે. શું આને આપણે ફેમિલી ટાઈમ કહીશું?

જો તમને તમારી પસંદગીની સીરિઝ, ફિલ્મો, સ્પોર્ટસ ઈવેન્ટ્સ અને બીજું ઘણું બધું ઘરમાં જ મોટી સ્ક્રીન પર જોવા મળે તો? પહેલાના સમયની જેમ જ આખો પરિવાર એકસાથે ટીવી જોવાનો આનંદ માણી શકશે. અને આ બધું શક્ય બની શકે છે નવા https://www.airtel.in/xstream(AXB)ના કારણે. ‘જો દેખો બડા દેખો’ના વચન સાથે તે લાવે છે મોટી સ્ક્રીન પર કેબલ/ડીટીએચ અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સનું કન્ટેન્ટ, જે તમારા ટીવી જોવાના અનુભવને એક અલગ લેવલ પર લઈ જશે.

ફેમિલી-સાઈઝ એન્ટરટેઈનમેન્ટ માટે સ્માર્ટ સેટ-ટોપ બોક્સ
જો તમે મોટી સ્ક્રીન પર તમારી પસંદગીની વેબ સીરિઝનો આનંદ માણવા નવું સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો AXB ‘સ્માર્ટ સેટ-ટોપ બોક્સ’થી તમને ડીટીએચ ચેનલ્સની સાથે-સાથે કોઈપણ ટીવી પર એપ્સ જોઈ શકશો અને તેના માટે તમારે ફાયરસ્ટીક જેવા બીજા કોઈ ડિવાઈસીઝની જરૂર નહીં પડે. હકીકતમાં તેના એન્ડ્રોઈડ આધારિત OS સાથે, AXB રેગ્યુલર ટીવીને પણ સ્માર્ટ બનાવી શકે છે. આ ડિવાઈસ યુટ્યૂબ, અમેઝોન પ્રાઈમ, ડીઝની+હોટસ્ટાર જેવી પ્રી-ઈન્સ્ટોલ સ્ટ્રીમિંગ એપ્સ સાથે આવે છે. તમે ગુગલ પ્લે સ્ટોર પણ યૂઝ કરી શકો છો અને તેમાંથી એપ્સ અને ગેમ્સ સીધી જ ડાઉનલોડ કરી શકો છો.
એટલું જ નહીં, Airtel Xstream Boxમાં Xstream App પણ છે, એટલે તમે ઘરે ન હોવ ત્યારે પણ તમે જે ઈચ્છો તે તમારા સ્માર્ટફોન પર જોઈ શકો છો. આ રીતે તમે 15 ભાષામાં ઘણી બધી (વાંચોઃ 10,000 કરતા વધુ) ફિલ્મો અને શોઝ જોઈ શકો છો. આ બધાથી ઉપર તમે એપ પર લાઈવ ટીવી પણ જોઈ શકો છો

અમને ખબર છે કે તમે અંજાઈ ગયા છો! જો તમે આ ડિવાઈસની કિંમતને લઈને આશંકામાં છો, તો સારા સમાચાર જાણી લો. તમે AXB ફ્રીમાં મેળવી શકો છો! હકીકતમાં તમે સેટ-ટોપ બોક્સ જ નહીં, સ્ટ્રીમિંગ એપ્સ સબ્સસ્ક્રીપ્શન્સ અને Xstream એપ સબ્સસ્ક્રીપ્શન પણ કોઈ વધારાનો ચાર્જ આપ્યા વિના મેળવી શકો છો. તમારે બસ Airtel Xstream Fibre કનેક્શન લવાનું છે અને તેની સાથે બધું જ ફ્રી આવશે. હા, તે સાચું છે. વાઈ-ફાઈ કનેક્શન મેળવીને તમે આખું હોમ એન્ટરટેઈનમેન્ટ બંડલ ફ્રીમાં મેળવી શકો છો. એટલે કે, એક વાઈ-ફાઈ બિલમાં આખા પરિવાર આનંદ માણી શકશે.