મા એ બચ્ચાને બચાવવા જીવ જોખમમાં મુકી દીધો..

604

મા એ બચ્ચાને બચાવવા જીવ જોખમમાં મુકી દીધો..

મા એ મા હોય છે. તમે આ વાક્ય ઘણાં લોકો પાસેથી સાંભળ્યું હશે. એવું કહેવામાં આવે છે કે આ દુનિયામાં કોઈ પણ માતાનો દરજ્જો ન લઈ શકે. આ બધું એમનેમ કહેવામાં નથી આવતું. માતા શું છે અને તેનું મહત્વ શું છે એના ઘણા વીડિયો પણ આપણે જોયા છે. માતા બાળકનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા જરાય નથી ખચકાતી. ખાલી માણસો જ આવું કરે એવું નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોએ પુરાવો આપ્યો કે પશુમાં પણ એવું જ હોય છે. આ વીડિયો જોઈને ઘણા લોકો ભાવુક થઈ ગયા છે! આ વીડિયો આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. કેપ્શનમાં તેમણે લખ્યું છે, “પૂંછડી કે જે ક્યારેય નિષ્ફળ નથી થતી. મા તુજે સલામ. હવે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને શેર કરવામાં આવી રહ્યો છે.