દૂધથી નહાતા ડેરીના કારીગરનો વીડિયો

677

દૂધથી નહાતા ડેરીના કારીગરનો વીડિયો

એક ડેરી વર્કરનો દૂધના ટબમાં સ્નાન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેની ધરપકડ કરવામાં આવી છે. આ વિચિત્ર ઘટના તુર્કીના ડેરી સેન્ટરથી સામે હતી. ડેરી કામદાર કે જેની ઓળખ ઉગુર ટટગુટ તરીકે થઈ હતી. તેમજ જેણે વીડિયો બનાવ્યો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ડેરીને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી હતી.

વીડિયોમાં આ માણસ દૂધ ભરેલા ટબમાં બેઠો છે અને વાળ ધોઈ રહ્યો છે. ચોખ્ખુ જોવા મળી રહ્યું છે કે તે દુધનો જગ ભરી ભરીને માથા પર રેડી રહ્યો છે. સરકારી વકીલની કચેરીએ પુષ્ટિ આપી છે કે તેણે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. સ્થાનિક અધિકારીઓએ પોલીસ તપાસ હાથ ધરીને દૂધ કેન્દ્ર અને બંને કામદારોને દંડ ફટકાર્યો હતો.

અધિકારીઓએ ડેરી સેન્ટરમાંથી સાધન સામગ્રી કબજે કરી હતી. માનવ સુરક્ષાને જોખમ ઉભું કરે તેવું માનીને ડેરી બંધ કરી દેવામાં આવી હતી.