વેલેન્ટાઈનના દિવસે પતિએ પત્નીને એવી ગીફટ આપી કે લોકો કહેવા લાગ્યા કે પ્રેમ હોય તો આવો…

800

વેલેન્ટાઈન ડે એટલે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ. લોકો વેલેન્ટાઈન ડે પર પોતાનો પ્રેમ વ્યક્ત કરવા એકબીજાને મુલ્યવાન ગીફ્ટ આપતા હોય છે.  પરંતુ ત્યારે અમદાવાદ ના વિનોદ પટેલ નામના એક વ્યક્તિએ વેલેન્ટાઈન ડે અને લગ્નની વર્ષગાંઠ પર પત્નીને કંઈક એવી અમૂલ્ય ભેટ આપી છે કે જેની દેશભરમાં ચર્ચા થઈ રહી છે.

વિનોદભાઈ પટેલે તેમની પત્નીને પોતાની કિડની ની ભેટ આપી અર્ધાંગિનીને જીવનદાન આપ્યું છે. વિનોદભાઈના પત્ની રીટાબેન છેલ્લા ઘણાં સમયથી કિડનીની બિમારીથી પીડાઈ રહ્યાં હતાં. તેમની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હતી.

આખરે તેમના પતિ વિનોદભાઈને વિચાર આવ્યો કે પોતાની કિડની જો તેમની પત્નીને આપવામાં આવે તો તેમને જીવનદાન મળી શકે છે. ત્યાર બાદ હોસ્પિટલના તબીબની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરી પતિની કિડનીને પત્નીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. હતી આમ, રીટાબેનને વેલેન્ટાઈન ડે પર તેના પતિ દ્વારા અનોખી ભેટની સાથો સાથ નવજીવન પણ મળ્યું છે.

વર્ષ 2017 માં પગમાં સોજો અને શ્વાસની તકલીફની ફરિયાદ સાથે 43 વર્ષીય ગૃહિણી રીટાબેન પટેલને ડોકટરનો સંપર્ક કરી તપાસ કરાવી તો જાણવા મળ્યુ કે રીટાબેનની કિડ ફેઈલ થઇ રહી છે. 3 વર્ષ સુધી મેડિકેશન અને દવાઓથી સારવાર આપવામાં આવી પરંતુ તેમની શારીરિક તકલીફો સાથે તેમની કિડની સાવ કામ જ કરવાનું બંધ કરી દે તે સ્થિતિ ઉભી થઈ હતી.

પરિવારને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત માટે સલાહ આપવામાં આવી. આ મુશ્કેલ ઘડીમાં ભરથાર વિનોદભાઇ રીટાબેનના કિડની દાતા તરીકે આગળ આવ્યા હતાં. વિનોદ ભાઈ સાચા અર્થમાં પતિ ધર્મ નિભાવી વેલેન્ટાઈન ડ ના દિવસે પત્નીને નવા જીવનની ભેટ આપી હતી.

આ ઘટના આજની પેઢી માટે એક પ્રેરણાદાયક કિસ્સો છે. જે દર્શાવે છે કે, પ્રેમ એટલે માત્ર સાથે ફરવું અને સાખે ખાવું પીવું અને મજા કરવી એ જ નથી. સાચો પ્રેમ એ છે જ્યારે પોતાના સાથીને જરૂર પડે ત્યારે તેની મદદ કરવી. પછી તે કિડનીની જરૂર જ કેમ ન હોય. એટલે પ્રેમ માત્ર લગ્ન પહેલા જ થાય તે જરૂરી નથી. લગ્ન બાદ પણ પ્રેમ થઇ શકે છે.