ઉતરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે

437

ઉતરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે.

ઉતરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં સ્કૂલો બંધ હોવાથી પતંગો અત્યારથી ઉડતા દેખાય રહ્યાં છે.

ત્યારે પતંગ ઉડાવતી વખતે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. પૂણા વિસ્તારમાં આવેલા ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત પરિવારના પાંચ વર્ષનો દીકરો ઘરે અને પાડોશમાં રમતા-રમતા પરિવારની જાણ બહાર બીજા માળે પતંગ ઉડાવવા પહોંચી ગયો હોય છે.

જ્યાંથી અચાનક પટકાતા તેનું મોત થયું છે. જેથી પરિવાર પર દુઃખની કાલિમા છવાઈ ગઈ છે. રોજની જેમ રમવા ફળિયામાં ગયો હતોપુણાના ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત રીગનસિંહ ગોહિલનો 5 વર્ષનો પુત્ર કેનીલ દરરોજની જેમ ગુરુવારે સાંજે સવા ચાર વાગ્યે ઘરની નીચે ફળિયામાં રમવા લાગી ગયો હતો.

દરમિયાન કેનીલ સામેના ઘરમાં ગયો હતો અને ઘરની અંદર ગયા બાદ તે બીજા માળે અગાસી પર ચાલ્યો હતો અને પતંગ ચગાવવા લાગી ગયો હતો..