ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ! અમેરિકાએ પરમાણુ બોમ્બ ફેંકવાની ક્ષમતા ધરાવતા બોમ્બર વિમાન મોકલ્યા…

768

વોશિંગટન, તા. 13 ઓગષ્ટ 2020, ગુરુવાર ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેની અસર દક્ષિણ ચીની સમુદ્રમાં દેખાઇ રહી છે. હવે અમેરિકાએ કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમેરિકાએ એશિયામાં આવેલા પોતાના નૌસૈનિક મથક ડિયાગો ગાર્સિયામાં પરમાણુ બોમ્બ ફેંકવાની ક્ષમતા ધરાવતા બોમ્બર વિમાન મોકલ્યા છે.

અમેરિકાના આ પગલાના કારણે બંને દેશ વચ્ચેના તણાવમાં વધારો થયો છે. અમેરિકાના ઇન્ડો પેસેફિક વિભાગ દ્વારા જે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે તે પ્રમાણે ત્રણ બી-2 સ્પ્રિટ સ્ટીલ્થ બોમ્બર વિમાનને ડિયાગો ગાર્સિયોમાં ગોઠવવામાં આવ્યા છે. આ વિમાનને ચીન દ્વારા લેવાતા કોઇ પણ પગલાને પહોંચી વળવા માટે મોકલાયા છે.

લગભગ 29 દિવસની મુસાફરી બાદ વિમાન અમેરિકાના નૌસેનિક મથક પર પહોંચ્યા છે. 2016ની બાદ વખત આટલે દૂર સુધી અમેરિકાએ પોતાના પરમાણુ સક્ષમ બોમ્બર વિમાનોને મોકલ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે

તાઇવાનમાં ચીનના વધી રહેલા હસ્તક્ષેપનો જવાબ આપવા અમેરિકાએ આ પગલું ભર્યુ છે. આ વિમાન દુશ્મનની રડાર સિસ્ટમને ચકમો આપવામાં સક્ષમ છે. રડાર સિસ્ટમને એલર્ટ કર્યા વિના આ વિમાન દુશ્મનના ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે.તાઇવાન તેમજ દક્ષિણ ચીની સમુદ્રમાં આવેલા અન્ય ટાપુઓ પર ચીનની દખલગીરી સતતત વધી રહી છે. જેના કારણે અમેરિકા પણ આ વિસ્તારમાં પોતાની ઉપસ્થિતિ વધારી રહ્યું છે. જેના કારણે બંને દેશો વચ્ચેના તણાવમાં પણ વધારો થઇ રહ્યો છે