હાથીએ ખોદી માટી, જ્યારે સત્ય બહાર આવ્યું તો રોવા લાગ્યા લોકો, જાણો એવી તો શું વાત હશે…

388

11 કલાક સુધી હાથીએ ખોદી માટી, જ્યારે સત્ય બહાર આવ્યું તો રોવા લાગ્યા લોકો, જાણો એવી તો શું વાત હશે…

દોસ્તો કહે છે કે આ દુનિયામાં, જો કોઈ પણ તેમના બાળકને સૌથી વધુ ચાહે છે, તો તે માતા છે. માતા તેના બાળકો માટે સૌથી મોટી મુશ્કેલીમાં પણ લડે છે, અને તે ફક્ત માણસોમાં જ નહીં પણ પ્રાણીઓમાં પણ આ જોવા મળે છે.

આજે અમે તમને આવી જ એક સાચી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ, આ વાર્તા છેલ્લા ઘણા દિવસોથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, અને તે ઝડપથી વાયરલ થઈ રહી છે, આ વાર્તા એક હાથીની છે.

તસવીરોમાં તમે જોઈ શકો છો, કે એક હાથી ખાડો ખોદતો દેખાઈ રહ્યો છે, તે કેમ ખાડો ખોદે છે આટલા કલાક, તો ચાલો જાણીએ કે કેમ એ ખાદો ખોદે છે.

આ હાથીનું બાળક ખાડા માં પડી ગયું હતું અને આ હાથી ઊંડા ખાડામાં પડેલા તેના બાળકને બચાવવા સતત માટી ખોદતો હતો, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હાથી ભૂતકાળમાં તેના બાળક સાથે જંગલ પાર કરી રહ્યો હતો, પછી

બાળક ત્યાં બનાવેલા ઊંડા ખાડામાં પડ્યું, ખાડો ખૂબ ઊંડો હતો, અને હાથીના બાળકની લંબાઈ ખૂબ ઓછી હતી, જેના કારણે તે તે ખાડાને પાર કરી શક્યું નહિ, પરંતુ હાથીએ તેને બહાર કાઢવા માટે પૂરતો સમય લીધો. કહેવાય રહ્યું છે કે તેણે સતત 11 કલાક ઊભા રહેવા વગર ખાડો ખોદતો ગયો.

પરંતુ હથિની તેના બાળકને ખાડામાં પડતા જોઈને ગભરાઈ ગઈ હતી, અને તેના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા, હાથીની ગભરાટના કારણે તેના બાળક પર વધુ માટી પડતી ગઈ, હાથીનીએ સફળ ન થવા છતાં સવાર સુધી તેના પ્રયત્નો ચાલુ રાખ્યા. પરંતુ તે તેના બાળકને બહાર કાઢી શકી નહીં, અને તે થાકી ગયા પછી રડવા લાગી.

હાથીનીના રડવાનો અવાજ એટલો બધો હતો કે તેનો અવાજ સાંભળીને આસપાસના ગામના લોકો ત્યાં પહોંચી ગયા, ગામ લોકો પહોંચતાની સાથે જ તેઓએ હાથીનીના રડવાનું કારણ સમજી લીધું, અને તેઓ સમજી ગયા કે તે માતાની કરુણા છે.

આ દરમિયાન, ગ્રામજનોએ હાથીનીને કેળા ખાવા માટે આપ્યા જેથી તેનું ધ્યાન ત્યાંથી દૂર થઈ શકે, હથીનીની નજર હટતા જ ગામલોકોએ તેના બાળક ને બહાર કાઢ્યું અને તે અત્યારે સારૂ છે.