મિઠાઇ વેચનારા વેપારીએ હવે બતાવવી પડશે એક્સપાયરી ડેટ

204

મિઠાઇ વેચનારા વેપારીએ હવે બતાવવી પડશે એક્સપાયરી ડેટ, 1 ઓક્ટોબરથી અમલ..


સરસવનાં તેલમાં બીજા ખાદ્ય તેલોની ભેળસેળ કરવા પર 1 ઓક્ટોબરથી સંપુર્ણપણે પ્રતિબંધ.


મિઠાઇ વેચનારા વેપારીઓ માટે હવે કડક નિયમો આવ્યા છે, બજારમાં વેચાતી દરેક મિઠાઇનાં બોક્સ પર હવે વેપારીએ એક્સપાયરી ડેટ લખવી પડશે,

ખાદ્ય નિયામક FSSAIએ એક નવો નિયમ બનાવ્યો છે, તે પ્રમાણે હવે વેપારીઓએ ખુલ્લી મિઠાઇઓ કેટલા સમય સુધી ખાવાનાં ઉપયોગમાં લઇ શકાય.

તેની સમય મર્યાદા જણાવવી પડશે, આ નિયમ 1 ઓક્ટોબરથી અનિવાર્ય બનાવવામાં આવ્યો છે. FSSAIએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં ખાદ્ય સુરક્ષા ડિરેક્ટરોને પત્ર લખીને કહ્યું છે કે જાહેર હિતમાં અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે,

કે ખુલ્લામાં મિઠાઇઓ વેચવા બાબતે વેચાણનાં માટે આઉટલેટ પર મિઠાઇ રાખવામાં આવતી ટ્રેની સાથે 1 ઓક્ટેબર 2020થી અનિવાર્ય રીતે ઉત્પાદનની બેસ્ટ બિફોર ડેટ પ્રદર્શિત કરવી પડશે,

FSSAIએ તે પણ જણાવ્યું કે વિવિધ પ્રકારની મિઠાઇઓનાં ઉપયોગની શ્રેષ્ઠ સમય સીમા અંગે પોતાની વેબસાઇટમાં પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

સામાન્ય ઘરોમાં ઉપયોગમાં લેવાતા સરસવનાં તેલમાં બીજા ખાદ્ય તેલોની ભેળસેળ કરવા પર 1 ઓક્ટોબરથી સંપુર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ખાદ્ય નિયામક FSSAI એ આ અંગે હુકમ જાહેર કર્યો છે, તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં ખાદ્ય સુરક્ષા નિયામકોને લખેલા પત્રમાં ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ નિયામક (FSSAI) એ કહ્યું છે

કે ભારતમાં કોઇ પણ ખાદ્ય તેલની સાથે સરસવનાં તેલની સાથે-સાથે સરસવનાં તેલમાં ભેળસેળ પર 1 ઓક્ટોબર 2020થી સંપુર્ણપણે પ્રતિબંધ લાગશે.

સરકાર આ કડક નિયમથી દેશભરમાં શુધ્ધ સરસવનાં તેલને વેચાણને પ્રોત્સાહન આપવા માંગે છે.